સુરત : સરકાર Coronaના ટેસ્ટના પૈસા ઉઘરાવે છે? ધનવંતરી રથે 450 રૂપિયાની રસીદ પકડાવી


Updated: August 7, 2020, 2:38 PM IST
સુરત : સરકાર Coronaના ટેસ્ટના પૈસા ઉઘરાવે છે? ધનવંતરી રથે 450 રૂપિયાની રસીદ પકડાવી
પાલિકાએ પૈસા ઉઘરાવ્યા હોવાની વાત ચોંકાવનારી છે.

સરકાર દ્વારા જે કામ ફ્રીમાં થવું જોઈએ તેના પૈસા ઉઘરાવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હંગામો પણ મચાવ્યો

  • Share this:
સુરતમાં વધી રહેલા કોરોના વાયરસના દર્દીને ધ્યાન માં રાખીને લોકોને જાગૃત માટે ધન્વન્તરી રથ ચાલુ કરવામાં આવ્યા છે, અને તેમાં કોરોનાના રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવતા હોય છે, જોકે આ ટેસ્ટ સરકાર દ્વારા મફતમાં કરવામાં  આવતા હોવાની જાહેરાત વચ્ચે સુરતમાં રિપોર્ટ કરવા આવતા લોકો પાસે તંત્ર દ્વારા 450 રૂપિયા ચાર્જ વસુલવામાં આવી રહ્યા છે , અને તેમાં પણ ચાર્જ વસૂલવાની રસીદ આપવામાં આવતા વિવાદ ર્સજાયો છે.

કોરોના મહામારી વચ્ચે સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા જેને લઈને સરકાર દ્વારા અને ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુરત આવ્યા હતા અને લોકો હૉસ્પિટલ ખાતે ન પહોંચી શકે તો તેમના સુધી પહોંચવા માટે ધનવંતરી રથ ચાલુ કરીને લોકોને કોરોના ની જાણકારી સાથે આ રથમાં મેડિકલ ટિમ તેમના રિપોર્ટ સાથે જરૂરી દવા પણ આપે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :   અમદાવાદ : સગીરાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો, Photos-Video વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ

જોકે આ તમામ વસ્તુ લોકોને મફતમાં મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યુ હતું ત્યારે આજે નાના વરાછા ખાતે આજે લોકો પોતાના કોવીડનાં ટેસ્ટ કરવા આવતા હતા. ત્યારે તેમની પાસેથી રૂપિયા 450 વસુલવામાં આવતા હોવાનું સામે આવીયે હતું જોકે સરકાર દ્વારા મફતમાં કરવામાં આવતા ટેસ્ટના રૂપિયા વસૂલવા સાથે તેની રસીદ પણ આપવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતું.

જોકે આ જાણકારી મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચી અને હંગામો મચાવ્યો હ.તો અને સરકાર દ્વારા મફતમાં આપવમાં આવતી સારવાર કેમ રૂપિયા લેવામાં આવે છે તે મુદ્દે હંગામો મચાવિયો હતો જોકે તંત્રના નફ્ટ અધિકારી વિરોધ વચ્ચે રૂપિયા ઉગ્રાવત રહિયા હતા ત્યારે આ મુદ્દે આમઆદમી પાર્ટી ઉચ્ચ અધિકારીઓને લેખિત માં ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી છે.આ પણ વાંચો :  દેશના CAG તરીકે નિમાયેલા મોદી-શાહના વિશ્વાસુ IAS જી.સી. મુર્મુ કોણ છે?
Published by: Jay Mishra
First published: August 7, 2020, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading