સચિન જીઆઈડીસી ડાયમંડ પાર્કના ગેટ પાસે મંગળવારે સાંજે દૂધ લેવા માટે જતી 62 વર્ષીય મહિલાને ભેગી ગયેલા બે બદમાશોએ પોલીસની ઓળખ આપી અહી ચેઇન સ્નેચીંગ થાય છે હોવાનુ કહી વિશ્વાસમાં લઈ રૂપયિ 90 હજારની કિંમતની હાથમાં પહેરેલ સોનાની ચાર બંગડીઓ કાપડની થેલીમાં મુકાવ્યા બાદ નજર ચુકવી લઈને નાસી ગયા હતા. સુરતમાં સતત ગુનેગારો બેફામ બન્યા છે. તેની પાછળ પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે.
જોકે હવેતો ગુનેગારો પોલીસના નામનો ઉપયોગ કરીને ગુનાખોરી આચરતા અચકાતા નથી ત્યારે સુરતની પોલીસ બનીને લૂંટ કરતા હોવાની એક ઘટના અમે આવી છે. સુરત ના સચિન વિસ્તારમાં આવેલ ડાયમંડ ગેટ ડી.જી.ડી.સી ગેસ્ટ હાઉસ યમુના બિલ્ડિંગ ખાતે રહેતા સ્નેહલબેન સુધીરભાઈ કેલકર (ઉ.વ.62) ગઈકાલે મંગળવારે સાંજે ચારેક વાગ્યે દૂધ માટે જતા હતા તે વખતે ડાયમંડ ગેટ પાર્ક પબ્લીક સ્કુલ પાસેથી પસાર થતા હતા તે વખતે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા.
આ પણ વાંચો : જામનગર : ગર્લફ્રેન્ડના અશ્લીલ Videoનો વિચિત્ર બદલો લીઘો, મેડિકલના વિદ્યાર્થિઓનાં 500 લેપટોપ ચોર્યા
30થી35 વર્ષના અજાણ્યા સ્નેહલબેનને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને અહી ચેન સ્નેચીંગ થાય છે તેમ કહી વિશ્વાસમાં લઈ હાથમાં પહેરેલી રૂપિયા 90 હજારની કિંમતની છ તોલાની ચાર સોનાની બગડી કાપડાની થેલીમાં મુકાવ્યા બાદ તેમની નજર ચુકવી બંગડીઓ લઈને નાસી ગયા હતા.
આ પણ વાંચો : સુરત : હીરાનું કારખાનું બંધ થતા ઘડ્યો હતો લૂંટનો પ્લાન, આંગડિયું લૂંટે તે પહેલાં જ ટોળકી ઝડપાઈ
બનાવ અંગે સ્નેહલબેન કેલકરની ફરિયાદને આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે ત્યારે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ પોલીસનો રોફ જમાવી આવી ઘટના અને અંજામ આપી રહી છે. ત્યારે આવા નકલી પોલીસ અસલી પોલીસની પકડમાં ક્યારે આવે છે તે જોવાનું રહીયુ જોકે સચીન સ્લમ વિસ્તર હોવાને લઈને અહીંયા આજ પ્રકરની ગુનાખોરી સામે આવી રહી છે ત્યારે પોલીસે આવા ઈસમો ને પકડી પાવા ખાસ પ્રકારનું પ્રેટ્રોલિગ કરવાની જરુરુ છે.