સુરતઃ રસ્તામાં ગાડીનું બોનેટ ચેક કરવા જવું કાપડના વેપારીને રૂ.5.84 લાખમાં પડ્યું, બાઈક સવાર રોકડા ભરેલી બેગ લઈ ફરાર


Updated: September 28, 2020, 4:12 PM IST
સુરતઃ રસ્તામાં ગાડીનું બોનેટ ચેક કરવા જવું કાપડના વેપારીને રૂ.5.84 લાખમાં પડ્યું, બાઈક સવાર રોકડા ભરેલી બેગ લઈ ફરાર
પ્રતિકાત્મક તસવીર

બાઈકર્સે બોનેટ તરફ હાથથી ઈશારો કરતા વેપારીને ગાડીમાં કોઈ ખામી હોવાની આશંકા જતા ગાડી પાર્ક કરી બોનેટ ચેક કરવા માટે ગાડીમાંની નીચે ઉતર્યા હતા.

  • Share this:
સુરતઃ ભેસ્તાન ચાર રસ્તા પાસે ટેક્ષટાઈલના વેપારીને (Textile trader) બાઈકર્સે બોનેટ તરફ હાથથી ઈશારો કરતા વેપારીને ગાડીમાં કોઈ ખામી હોવાની આશંકા જતા ગાડી પાર્ક કરી બોનેટ ચેક કરવા માટે ગાડીમાંની નીચે ઉતરવાની સાથે જ બાઈકર્સે ગાડીમાં આગળની સીટ ઉપર મુકેલ રોકડા 5.84 લાખ સહિત મહત્વના ડોક્યુમેન્ટ સાથેની બેગ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની બાજુમાં સમ્રાટ રો હાઉસમાં રહેતા મૂળ રાજકોટના જેતપુર તાલુકાના ચારણ સમઢીટાળા ગામના વતની શૈલેષ પોપટભાઈ રાદડીયા (ઉ.વ.45) ટેક્ષટાઈલના ધંધા સાથે સંકળાયેલા છે અને સચીન જી.આઈ.ડી.સી ખાતે આર્મી લુ નામે ખાતુ ધરાવી લુમ્સ અને રેપીયર જેકાર્ડ બનાવવાનું કામ કરે છે.

શૈલેષભાઈ ગત તા 26મીના રોજ સવારે નવ વાગ્યે બેગમાં રોકડા  રૂપિયા 2,50,000 લઈને ડસ્ટર ગાડી લઈને નિકળ્યા, બેગમાં આધાક કાર્ડ, પાન કાર્ડ, બેન્કની ચેક બૂક પણ હતી, શૈલેષભાઈ ઘરેથી નિકળી પાંડેસરા ગુરુકુપા ઈન્ડસ્ટ્રીયલ્સ ઍસ્ટેટ પાસે વિશાલ નામના વ્યકિત પાસેથી તેમના બાકી લેવાના નિકળતા રૂપિયા 3,09,000 અને ભગવતી ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાંથી બાબુભાઈ પાસેથી રૂપિયા 25,000 લીધા હતા તમામ રૂપિયા શૈલેષભાઈઍ બેગમાં મુક્યા હતા.

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

બેગ ગાડીની આગળની સીટ ઉપર મુકી સચીન જીઆઈડીસી ખાતે આવેલ ઓફિસે જતો હતો તે દરમિયાન અગિયાર વાગ્યાના આરસામાં ભેસ્તાન ચાર રસ્તા પાસે પસાર થતી વખતે અજાણ્યા બાઈક ચાલકની પાછળ બેસેલા યુવકે બોનેટ તરફ ઈશારો કી હાથ ગોળ ગોળ ફેરવ્યો હતો.

આ પણ વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મઆ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદ

જેથી શૈલેષભાઈને કારમાં આગળના ભાગે કોઈ મીસ્ટેક હોવી જાઈઍ જેથી ગાડી થોડા આગળ ઍસ.કે. મનકીન પાસે સાઈડમાં પાર્ક કરી નીચે ઉતરી બોનેટ ખોલીને ચેક કરતા કોઈ ખામી દેખાઈ ન હતી .તે દરમિયાન ઈશારો કરનાર બાઈક ચાલકે રોકડા 5,84,000 મુકેલ બેગ ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે શૈલેષભાઈની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વારયસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અનલોકના સમયમાં સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોય એમ લાગે છે. વેપારીઓ સહિત સામાન્ય લોકો સાથે ચોરી અને છેતરપીંડીની ઘટનાઓ રોજેરોજ બનતી હોય છે. બીજી તરફ સુરત પોલીસ પણ આવા ઠગબાજો અને ચોરો સામે કડક બનીને કાર્યવાહી કરી પકડી પાડે છે.
Published by: ankit patel
First published: September 28, 2020, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading