સુરત : 'પાછળનો ગેટ કેમ બનાવ્યો, બંધ કરવો પડશે,' ગોડાઉન માલિક પર હુમલો, ઘટના Videoમાં કેદ

સુરત : 'પાછળનો ગેટ કેમ બનાવ્યો, બંધ કરવો પડશે,' ગોડાઉન માલિક પર હુમલો, ઘટના Videoમાં કેદ
મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

સુરતમાં ઓફિસમાં ઘુસીને કેટલાક શખ્સોએ ભંગારના ગોડાઉન માલિક પર હુમલો કરી તોડફોડ મચાવી

 • Share this:
  કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં દિનપ્રતિદિન ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. જોકે, પોલીસની સર્કતાના કારણે ક્રાઇમ થયા બાદ ગુનેગારોને પકડી પાડવા માટે  કાર્યવાહી પણ થઈ રહી છે પરંતુ રોજ કઈકને કઈક હિચકારી બાબતો સામે આવી રહી છે. દરમિયાન મારામારીની એક ઘટના આજે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટના સામાન્ય છે પરંતુ સામાન્ય વાતમાં જ ઘાતક હુમલો થતા ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સુરતમાં નાનપુરા મચ્છી માર્કેટ પાસે આવેલા ભંગાર ગોડાઉનના સંચાલક સાથે સ્થાનિકોએ ઝઘડો કરી માર માર્યો હતો.

  સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી જેમાં ગોડાઉનના માલિક પર હુમલો કરનારા લોકો જોવા મળ્યા હતા. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખાતે રહેતા અને ઘર પાસે જ આવેલ મચ્છી માર્કેટ પાસે ભંગારનું ગોડાઉન ધરાવતા સોહેલ શેખએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના ભંગારના ગોડાઉન ખાતે સ્થાનિક મનીષ ભગતઉર્ફએ મોન્ટુ સહિતનાઓ આવ્યા હતા અને 'ગોડાઉનનો પાછળનો ગેટ કેમ બનાવેલ છે,તારે તે બંધ કરવો પડશે' કહીને ઢોર માર માર્યો હતો.

  આ પણ વાંચો :    સુરત : Nikeના નકલી બૂટ-ચપ્પલ વેચતા વેપારીને ત્યાં CID ક્રાઇમના દરોડા, 71 લાખનો માલ ઝડપાયો

  સુરત વેપારીઓનું શહેર છે તેવામાં વેપાર કરતા વ્યક્તિને આ પ્રકારે માર મારવાની ઘટનાના કારણે આસપાસના વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. જોકે, અઠવા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને તપાસ શરૂકરી છે પરંતુ સુરતમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા પોલીસ આવા તત્વો સામે અતિ કડક પગલાં ભરે તેજ અનિવાર્ય છે. જોરકે, ભોગ બનનારની રજૂઆત અને પોલીસને આપેલા સીસીટીવીના પુરાવા બાદ અઠવા પોલીસે આ મામલે ગુનો નોધાવી અને તપાસ શરૂ કરી છે.

  સુરતના વેપારી સાથે 48 લાખ રૂપિયાની ઠગાઈ

  શહેરમાં માસ્કના નામે વેપારી સાથે 48 લાખની ઠગાઈ કરનાર ઠગબાજને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ઝડપાતા સુરત શહેરમાં ઈન્ટરનૅશનલ ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો છે. આરોપી હરિયાણાનાં એક ઢાબાનો વેપારી છે. અને પોલીસને આશંકા છે કે આ આરોપી સાથે કૌભાંડમાં અન્ય ઘણા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. સુરતના વેપારી સાથે થયેલી ઈન્ટરનેશનલ છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. વેપારીને સારી ક્વોલિટીના માસ્ક જોઈતા હતા. જેથી તેણે સોશિયલ મીડિયામાં એક જાહેરાત જોઈ હતી.
  જેમાં થાઇલેંડની એક કંપની દ્વારા માસ્ક માટે વેબસાઇટ પર જાહેરાત મુકવામાં આવી હતી. બજાર કરતા સસ્તો ભાવ હોય વેપારીએ જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો અને માસ્ખ ખરીદવા માટે લાખ્ખો રૂપિયાની ડીલ થઇ હતી. ઠગબાજોએ ઈન્ટરનેશનલ કોલના માધ્યમથી વેપારી પાસેથી માસ્ક માટે 32 લાખ રૂપિયા ડોલરમાં થાઈલેન્ડની બેંકમાં ટ્રાંસફર કરાવ્યા હતા. વધુ વાંચવા ક્લિક કરો
  Published by:Jay Mishra
  First published:November 09, 2020, 21:54 pm

  ટૉપ ન્યૂઝ