Home /News /south-gujarat /

Surat Crime: પ્રેમીનું કારસ્તાન, પ્રેમિકાએ સંબંધ તોડી નાંખતા પ્રેમીએ હાથમાં બ્લેડ મારી લોહીલુહાણ ફોટા મોકલ્યા

Surat Crime: પ્રેમીનું કારસ્તાન, પ્રેમિકાએ સંબંધ તોડી નાંખતા પ્રેમીએ હાથમાં બ્લેડ મારી લોહીલુહાણ ફોટા મોકલ્યા

પ્રતિકાત્મક તસવીર

Surat Crime News: સુરતમાં સરકારના વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમી સાથેના સંબંધ (love affair) કાપી નાખતા પ્રેમી દ્વારા યુવતીના ભાઇને માર મારવાની સાથે પોતાના હાથની નસો કાપી નાખી હતી.

સુરતઃ સુરતના છેવાડે (surat) થોડા સમય પહેલા જ પ્રેમીએ પ્રેમમાં પ્રેમિકાને ગળું કાપી હત્યા (GirlFriend murder) કરી નાખવાના મામલે ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં સરકારના વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમી સાથેના સંબંધ (love affair) કાપી નાખતા પ્રેમી દ્વારા યુવતીના ભાઇને માર મારવાની સાથે પોતાના હાથની નસો કાપી નાખી તેના ફોટા યુવતીને મોકલી પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરવા સાથે હેરાન કરતો હોવાને લઈને યુવતીના પરિવારે પ્રેમી યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં (police complaint) નોંધાવી ફરિયાદ

સુરતના છેવાડે આવેલા પાદરા ખાતે થોડા સમય પહેલા યુવતીના પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જ યુવતીનું ગળું કાપીને હત્યા કરવાની ઘટનાએ સુરત સહિત રાજયભરમાં ચકચાર મચાવી હતી. ત્યારે આ જ પ્રકારની એક તરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીને હેરાન કરી પ્રેમ સંબંધ ચાલુ કરવા માટે દબાણ કરતો હોવાની પોલીસ ફરિયાદ સુરતના સરથાણા પોલીસ મથકે નોંધાવા પામી છે સુરતના સરથાણા વિસ્તારમાં યોગી ચોક ખાતે રહેતા પરિવારમાં પતિ-પત્ની અને એક 17 વર્ષની દીકરી છે પરિવાર મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ત્યારે આ પરિવારની 17 વર્ષની યુવતી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી જોકે આ યુવતીને ઘર નજીક રહેતા દર્શન વ વેકરીયા નામના યુવક સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો જોકે આ યુવક યુવતીના પ્રેમ સંબંધની જાણકારી ઉઠી ના પરિવારને થઈ જતા યુવતીની માતાએ યુવતીને સમજાવતા યુવતીએ દર્શન સાથેનો પ્રેમ સંબંધ કાપી નાખ્યો હતો યુવતી સાથે વાત કરવા માટે વારંવાર ફોન કરવા સાથે તેનો પીછો કરતો હતો.

આ પણ વાંચોઃ-Online shopping કરતી યુવતીઓ સાવધાન! અમદાવાદની યુવતીને થયો કડવો અનુભવ

ત્યારે યુવતીએ તેની સાથે વાત ન કરવાનું કહેતા યુવક વાત કરવા માટે દબાણ કરતો હતો હતો ત્યારે થઈ ગઈ કે આ યુવકે વડે પોતાના હાથ ને મારી હાજરી અને લોહીલુહાણ કરી નાખેલા હાથના ના ફોટા પાડી તેને આ યુવતીને મોકલ્યા હતા સાથે મેસેજ કરતો કે જો તુ મારી સાથે નહીં બોલશે તો મરી જઈશ અને તારા ભાઈને રસ્તામાં મારીમારીને ભુત બનાવી દઈશ. તે વાત નહીં કરતી હતી ત્યારે બહેનપણીને ફોન કરીને યુવતી સાથે વાત કરતા દબાણ કરતો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગરની દાદાગીરનો live video, ખુલ્લેઆમ યુવકને છરી અને પથ્થરના ઘા ઝીક્યા, ફફટાડ ફેલાયો

યુવતીને પરિવારને તેના પ્રેમસંબંધની જાણ થઈ જતા કિશોરીએ યુવક દર્શન સાથે પ્રેમસંબંધ કાપી નાખ્યો હતો. તેમજ તેને દર્શનને તેની સાથે વાત કરવાની ઉપરાંત તેને મળવાની ના પાડી દીધી હતી. છતાં પણ દર્શન તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો. અને તેણીને વાતો કરવા માટે દબાણ કરતો હતો.

આખરે વાત ન કરતાં ફોટા મોકલા હતા.આથી યુવતીનો પાછળ પીછો કરીને પણ હેરાન કરતો હોવાની યુવતી ફરિયાદ  ઘરે કરી હતી  જોકે યુવતી માતાએ દર્શન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Love affair, Surat news

આગામી સમાચાર