Home /News /south-gujarat /

સુરત: બોયફ્રેન્ડે બર્થડે ઉજવણીના નામે ગુજાર્યો બળાત્કાર, લગ્નની ખરીદી માટે યુવતી પાસેથી ત્રણ લાખ પણ લીધા

સુરત: બોયફ્રેન્ડે બર્થડે ઉજવણીના નામે ગુજાર્યો બળાત્કાર, લગ્નની ખરીદી માટે યુવતી પાસેથી ત્રણ લાખ પણ લીધા

સગાઇની તારીખ નક્કી કરી ત્યારે હાર્દિકે લગ્નની ખરીદી માટે યુવતી પાસેથી 3 લાખની રકમ લીધી હતી (પ્રતીકાત્મક તસવીર)

Surat: યુવતીને બળજબરીપૂર્વક હોટેલમાં લઈ જનારા અમરોલીના યુવક સામે ગુનો દાખલ : લગ્નની ખરીદી માટે યુવતી પાસેથી 3 લાખ પણ પડાવ્યા હતા.

​​​​​​​ સુરત:  શહેરના (Surat) કતારગામ વિસ્તારમાં રહેતી અને હાલમાં મુંબઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કારતી  યુવતીને (girl molested) પ્રેમજાળમાં (physical relation) ફસાવી હતી. સુરતના અમરોલી ખાતે રહેતા યુવાને યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી છે. યુવતી પાસેથી યુવકે લગ્નની ખરીદી માટે 3 લાખની રકમ પણ પડાવી હતી. છેવટે ભોગ બનેલી 31 વર્ષની યુવતીએ મુંબઈ મલાડ પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ આપી છે. આ ફરિયાદના આધારે સુરત પોલીસને આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ અંગે કતારગામ પોલીસે યુવતીની ફરિયાદ લઈ  વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ધરપકડ પણ કરી છે

સુરતમાં સતત યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના કતારગામ વિસ્તારની રહેવાશી હાલમાં મુંબઇ ખાતે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી હતી ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો અને રત્ના કલાકાર તરીકે કામ કર્યું પોતાનું ગુજરાન ચલાવતો હાર્દિક બાબુ ચોટલીયાના સંપર્કમાં આવી હતી.

આ પણ વાંચો- સુરતમાં 14 વર્ષની સગીરાને આપી લગ્નની લાલચ, યુવકે વારંવાર દુષ્કર્મ આચરી વીડિયો કર્યા વાયરલ

બંનેની આંખો મળી જતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, આ યુવકે યુવતીને લગ્ન કરવાની વાત કરી જન્મદિવસની ઉજવણી કરવાના બહાને એક હોટેલમાં લઈ જઈ જબરજસ્તી દુષ્કર્મ આચર્યુ હતું. આવી જ રીતે આરોપીએ યુવતી પર સીંગણપોર અને કતારગામમાં અલગ અલગ જગ્યાઓ પર લઇ જઇને દુષ્કર્મ કર્યુ હતુ. આ યુવકે યુવતીને લગ્નની લાલચ આપતા યુવતીએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. છેલ્લા 10 વર્ષથી આરોપીનો પ્રેમસંબંધ હતો.

આ પણ વાંચો - સુરત: 10 વર્ષની બાળાને લગ્નની લાલચ આપી ભગાડીને આચર્યુ દુષ્કર્મ, કોર્ટે યુવકને ફટકારી 20 વર્ષની સજા

સગાઇની તારીખ નક્કી કરી ત્યારે હાર્દિકે લગ્નની ખરીદી માટે યુવતી પાસેથી 3 લાખની રકમ લીધી હતી. બાદમાં તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો અને યુવતીને તરછોડી દીધી હતી. જેથી યુવતીએ યુવક વિરુદ્ધ મુંબઈમાં મલાડ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

ગુનો સુરતના કતારગામ વિસ્તારમાં બનેલો જેથી મુંબઈ પોલીસે ઝીરોથી લઇ આ ફરિયાદ સુરતના કતારગામ પોલીસમાં ટ્રાન્સફર કરતાં કતારગામ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર