સુરત : 'તારી આંખો જોઈને પસંદ કરું છું', યુવતીને જબરદસ્તી ચૂંબન કરી શારિરીક શોષણનો પ્રયાસ

સુરત : 'તારી આંખો જોઈને પસંદ કરું છું', યુવતીને જબરદસ્તી ચૂંબન કરી શારિરીક શોષણનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

નર્સિંગ હોસ્ટેલની  છત ઉપર યુવતીને લઇ જઇ ચુંબન કરી શારીરિક સંબંધની  માગણી કરી, ગભરાયેલી યુવતીને ઘરે મૂકવા ગયેલા યુવકે રસ્તા છેડતી કરી હોવાનો આક્ષેપ

  • Share this:
સુરત : સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ સાથે અત્યારચારની ઘટના સામે આવી રહી છે. દરમિયાન આવા કિસ્સાઓ પોલીસ ફરિયાદના કારણે વધુને વધુ બહાર આવી રહ્યા છે. મહિલાઓ અને યુવતીઓ પોતાની સાથે થયેલા અત્યારની વારંવાર ફરિયાદો કરી રહી છે અને તેના કારણે સમાજ શર્મશાર થઈ રહ્યો છે. દરમિયાન સુરત શહેરની નવી સિવિલ હૉસ્પિટલમાં આવેલી નર્સિંગ હોસ્ટેલની છત પર યુવતીની શારિરીક છેડતી કરી અને તેની પાસે શારિરીક સંબંધની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન ડરી ગયેલી યુવતીને સહાનુભૂતિ આપી ઘરે મૂકવા જઈ રહેલા યુવકે પણ રસ્તા છેડતી કરતા યુવતીએ ગભરાઈ અને પોલીસ ફરિયાદ કરી હતી.

બનાવની વિગત એવી છે કે  મનપામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઇન્ટ્રા ડોમેસ્ટિક (મલેરિયાના નિયંત્રણ)ના સર્વે માટે નવી સિવિલ હોસ્પિટલમાં  આવેલી 20 વર્ષીય યુવતીની એક વર્ષ નાના સહકર્મચારીએ નર્સિંગ હોસ્ટેલની  છત ઉપર લઇ જઇ ચુંબન કરી શારીરિક સંબંધની  માગણી કરી હતી. આ યુવાનની હરકતથી ડરીને નીચે ભાગી આવેલી યુવતીને સહાનુભૂતિના નામે પરત હેલ્થ સેન્ટર મૂકવા જતી વખતે બીજા કર્મચારીએ તારી આંખો જોઇને પસંદ કરું છે તેમ કહી છેડતી કરતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી.આ પણ વાંચો :  સુરતના વેપારી સાથે 48 લાખ રૂપિયાની ઠગાઈ, આંતરાષ્ટ્રીય રેકેટ ચલાવતો હરિયાણાનો ઠગ ઝડપાયો

ઉધના વિસ્તાર રહેતી 20 વર્ષીય યુવતી છેલ્લા કેટલાક મહિનાથી મનપાના કોન્ટ્રાક્ટ હેઠળ મલેરિયા નિયંત્રણની કામગીરી માટે સર્વેયર તરીકે જોડાઇ હતી. દર મંગળવારે તેમની ટીમે નવી સિવિલ હોસ્પિટલમાં કામગીરી કરવાની રહે છે. ત્રીજી નવેમ્બરે રાબેતા મુજબ આ યુવતી બીજા કર્મચારીઓ સાથે નવી સિવિલમાં બપોરે સરવે કરી રહી હતી તે વખતે હિરેન મગનલાલ ચૌહાણે યુવતીને અન્ય કર્મચારી રોહિત ઉમેશસિંહ ચૌહાણ સાથે નર્સિંગ હોસ્ટેલમાં સરવે માટે જવા કહ્યું હતું.

આ પણ વાંચો : સુરત : કરિયાણાની દુકાનમાં વેચાઈ રહ્યુ હતું અફીણ! પોલીસના દરોડામાં 4 કિલો જથ્થો, 11 લાખ રોકડા ઝડપાયા

છત ઉપર પહોંચતાં જ રોહિતે યુવતીને ચુંબન કરી શારીરિક સંબંધની માગણી કરતાં ડરી ગયેલી યુવતી નીચે આવી ગઇ હતી. સહ કર્મચારીઓ વાત કરતાં હિરેન તેને પરત હેલ્થ સેન્ટરમાં મૂકવા માટે નીકળ્યો હતો. છેડતીનો ભોગ બનેલી આ યુવતીની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી તેણે પણ તારી આંખો જોઇને પસંદ કરું છું અને તું નોકરીએ લાગી ત્યારથી જ તું મને ગમે છે તેમ કહી છેડતી કરી હતી. યુવતીએ બંને વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતી કનાર બનેવ આરોપી ધરપકડ કરી
Published by:Jay Mishra
First published:November 08, 2020, 16:14 pm

ટૉપ ન્યૂઝ