સુરત : સોનોગ્રાફી રિપોર્ટમાં તરૂણી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ, માતાને જાણ થતા કરી પોલીસ ફરિયાદ

સુરત : સોનોગ્રાફી રિપોર્ટમાં તરૂણી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ, માતાને જાણ થતા કરી પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

માતાએ જ્યારે તરૂણીને આ બાબતે પૃચ્છા કરાવી ત્યારે હકિકત સાંભળીને તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી

  • Share this:
સુરત : સુરતના ડીંડોલી વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા ડીંડોલી-ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતી તરૂણીને લગ્ન કરવાની લાલચ આપી ગર્ભવતી બનાવનાર અને હાલમાં સાઉથ આફ્રિકા ખાતે રહેતા પ્રેમી વિરૂધ્ધ યુવતીએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, આ યુવક યુવતીને જેલની બહાર મળી ગયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. હકીકતે યુવતીના સાવકા પિતા જેલમાં હતા ત્યારે તે તેને મળવા જતી હતી. દરમિયાન અન્ય કેદીનો સંબંધી પણ આવતો હતો અને એવી રીતે યુવતી અને યુવક વચ્ચે પ્રેમ રચાયો હતો. જોકે, યુવકે યુવતીને લગ્નની લાલચ આપી અને ગર્ભવતી બનાવી હતી, યુવતીએ હવે આ કિસ્સામાં ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.

સુરત ના ડીંડોલી-ભેસ્તાન વિસ્તારમાં મહિલા  એ એક વર્ષ પહેલા પ્રથમ પતિ સાથે છુટાછેડા લઇ કાદરશાની નાળમાં રહેતા અનીય યુવાન સાથેલગ્ન કર્યા હતા. મહિલા ના પ્રથમ પતિ થકીની પુત્રી છે  ગત રોજ દૂધ લેવા ગઇ ત્યારે સ્થાનિક મહોલ્લાના યુવાનો સાથે ઝઘડો થતા પુત્રી  અને મહિલા ને પેટમાં ઇજા થઇ હતી. જેની સારવાર માટે માતા-પુત્રી સ્મીમેર હોસ્પિટલ ગયા ત્યારે સોનોગ્રાફી રિપોર્ટમાં તરૂની ને 14 અઠવાડિયાનો ગર્ભ હોવાનું જાણવા મળતા મહિલા  ચોંકી ગઇ હતી.આ પણ વાંચો : અમદાવાદમાં કર્ફ્યૂ દરમિયાન AMTS રહેશે બંધ, 300 સ્થળોને જોડતી STના પૈડા પણ થંભી જશે

મહિલા એ પોતાની તરૂની પુત્રીને પૃચ્છા કરતા જણાવ્યું હતું કે બારડોલીના હત્યા કેસમાં લાજપોર જેલમાં કેદ તેના સાવકા પિતા ને મળવા જતી હતી ત્યારે જેલ ખાતે સબંધીને મળવા આવનાર યાસીન ઉર્ફે જીમ્મી યુનુસ શેખ સાથે પરિચય થયો હતો.આ પરિચય પ્રેમસબંધમાં પરિણમ્યો હતો અને મહિલા ની ગેરહાજરીમાં યુનુસ વારંવાર ઘરે આવતો હતો આ અરસામાં તેમની વચ્ચે શરીરસબંધ બંધાયો હતો.

આ પણ વાંચો :  સુરત : કરપીણ હત્યાનો સિલિસિલો યથાવત, તલવાર લઈને નીકળેલા શખ્સનું ઢીમ ઢાળી નાખ્યું

યાસીન ઉર્ફે જીમ્મી કામ અર્થે સાઉથ આફ્રિકા આવતો-જતો રહે છે. લોક્ડાઉન અગાઉ યાસીન સુરત આવ્યો હતો અને તાજેતરમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ તે સાઉથ આફ્રિકા ગયો હોવાનુંતરૂની એ જણાવ્યું હતું. જોકે માટે યુવાન વિરુદ્ધ ડીંડોલી પોલીસ માં ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે યાસીન વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:November 20, 2020, 17:17 pm

ટૉપ ન્યૂઝ