કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat) પુના વિસ્તારમાં ડેન્ગ્યૂની (Dengue)ની અસરમાં સપડાયેલી કિશોરીનું (Girl) સારવાર હેઠળ મોત (Death) નિપજતાં ફરી એક વખત પાલિકાનું વી.બી.ડી.સી વિભાગ દોડતું થયું હતું. શહેરમાં છેલ્લા 15 દિવસમાં 117થી વધુ લોકોને ડેન્ગ્યૂ થતાં સારવાર મેળવી રહ્યા છે અને ગયા વર્ષ કરતા નવેમ્બરમાં ડેન્ગ્યુના 15 % કેસ વધ્યા છે
વરસાદે વિરામ લેતાની સાથે ડેંગ્યુ પોતાની અજગરી ભરડામાં લોકો ને લઇ રહ્યો હોય તેવું લાગી રહીયુ છે ત્યારે ડેંગ્યૂથી વધુ એક મોત આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે. શહેરના પુણા ગામના કારગીલ ચોક સ્થિત રૂક્ષ્મણી સોસાયટી ખાતે રહેતી 17 વર્ષીય નિરાલી પ્રજાપતિની તબિયત બગડતા ગઈ તારીખ 4 નવેમ્બરના રોજ વરાછાની ખાનગી હૉસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાઈ આવી હતી. જોકે, તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં તારીખ 9મીએ મજૂરા ગેટની હૉસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જોકે, આ યુવતી રિપોર્ટમાં ડેન્ગ્યૂ સાથે ઑટો ઇમ્યુન હિમોલાઇટીક એનિમિયાના કૉમ્પલિકેશન પણ જોવા મળ્યાં હતાં.
આ સ્થિતિ લાખ દર્દીઓ પૈકી એકાદમાં જોવા મળતી હોય છે જેમાં વારેઘડીએ બ્લડ ચઢાવવું પડે છે. આ કેસમાં અઠવાડિયા ઉપરાંતની સારવાર અંતે કિશોરીનું મોત નીપજ્યું હતું. ડેન્ગ્યૂની અસરમાં સપડાયેલી વધુ એક વ્યક્તિનું મોત થવાથી પાલિકાનું વી.બી.ડી.સી વિભાગ સાબદું બન્યું હતું અને વરાછા ઝોન દ્વારા પુણાના કારગીલ ચોકમાં સરવે કામગીરી કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી મચ્છર ઉત્પત્તિ સ્થાનને નષ્ટ કરવાની કવાયત તેજ બનાવાઇ હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર