સુરતમાં આત્મહત્યાના બે બનાવ, યુવતીએ એસિડ તો યુવકે ઝેરી દવા પીધી

News18 Gujarati
Updated: January 23, 2019, 4:03 PM IST
સુરતમાં આત્મહત્યાના બે બનાવ, યુવતીએ એસિડ તો યુવકે ઝેરી દવા પીધી
પ્રતિકાત્મક તસવીર

એક 20 વર્ષીય યુવતીએ એસિડ પીધું છે જ્યારે 38 વર્ષીય પતિએ પત્ની સાથે ઝઘડો થયા બાદ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરત

અત્યારે સામાન્ય બાબતમાં લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા સહેજ પણ વિચારતા નથી. નાના નાની બાબતમાં લોકો આપઘાતનો રસ્તો અપનાવે છે. આવી જ બે ઘટના માત્ર સુરત શહેરમાં બનવા પામી છે. જેમાં એક 20 વર્ષીય યુવતીએ એસિડ પીધું છે જ્યારે 38 વર્ષીય પતિએ પત્ની સાથે ઝઘડો થયા બાદ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં 20 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે. જોકે, યુવતીને કોઇ બાબતે ઠપકો આપ્યો હતો. જેના પગલે યુવતીને મનમાં લાગી આવ્યું હતું. આમ ચિંતામાં સરી પડેલી યુવતીએ પોતાના ઘરમાં એસિડ પીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવાર અને આજુબાજુના સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું. સાથે સાથે આ અંગે પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ હાજર થઇ ગઇ હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં યુવતીએ માતાએ આપેલા ઠપકાના કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ- સાપુતારામાં ગાઢ ધુમ્મસ, હવામાં ભેજ વધીને 55 ટકા

બીજી તરફ સુરતના પુણા ગામમાં 38 વર્ષીય મુકેશ પરિવાર સાથે રહે છે. મુકેશને પોતાની પત્ની સાથે કોઇ બાબતે તકરાર થઇ હતી. જેના પગલે મુકેશને લાગી આવ્યું હતું. આમ મુકેશે પોતાના ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારના લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આમ આત્મહત્યાના બંને કેસમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
First published: January 23, 2019, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading