Home /News /south-gujarat /

સુરતમાં દાગીના બનાવતી કંપનીમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરી મુંબઇ વેચવાના નેટવર્કનો પર્દાફાશ

સુરતમાં દાગીના બનાવતી કંપનીમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરી મુંબઇ વેચવાના નેટવર્કનો પર્દાફાશ

રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે સિક્યુરીટી ગાર્ડની સાંઠગાંઠમાં ચાલતું નેટવર્ક મળતી માહિતી મળી હતી.

Surat News: ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે રૂ. 23.60 લાખનો 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનાર હાલના કર્મચારી અને સિક્યુરીટી ગાર્ડ સહિત આઠ વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાય હતી.

સુરત: શહેરના (Surat) ઇચ્છાપોર ખાતે આવેલા  જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી સોનાના દાગીના બનાવતી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની કંપનીની રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે રૂ. 23.60 લાખનો 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર (gold dust) ચોરી કરનાર હાલના કર્મચારી અને સિક્યુરીટી ગાર્ડ સહિત આઠ વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ હતી.

જેના આધારે પોલીસે આઠ પૈકી છની ધરપકડ કરીને રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે સિક્યુરીટી ગાર્ડની સાંઠગાંઠમાં ચાલતું નેટવર્ક મળતી માહિતી મળી હતી. તે મુજબ ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની સોનાના દાગીના બનાવતી કંપનીના અલગ-અલગ ડિપાર્ટમેન્માં મશીન ઉપર દાગીના બનાવતી વખતે એકઠો થતો સોનાનો ડસ્ટ પાઉડર કંપનીની રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ કરી તેમાંથી પુનઃ સોનું મેળવવામાં આવે છે. પરંતુ છેલ્લા છ મહિનાના સમયગાળામાં રિફાઇનીંગ લેબમાં પ્રોસેસ થતા પાઉડરમાંથી એકત્રીત થતા સોનાનું ટકાવારીમાં ઘટ જણાતા કંપની માલિક અને HR એ તપાસ કરી હતી.

આ પણ વાંચો - Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

જે અંતર્ગત રિફાઇનીંગ લેબના પ્રકાશ જગદંબા પ્રસાદ અને રાજમણી રામસહાય પટેલ ઉપર શંકા જતા તેમને રહેવા માટે ફાળવવામાં આવેલી ઇચ્છાપોરના સાયણ ટેક્સટાઇલ પાર્કના વેલપાર્કની રૂમમાં સરપ્રાઇઝ ચેંકીગ કર્યુ હતું. જેમાં 50 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર મળી આવતા શ્રીપ્રકાશે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને ઝડપી પાડી પૂછપરછ કરતા રિફાઇનીંગ લેબના ભૂતપૂર્વ કર્મચારી ચંદનકુમાર સિંધુકુમાર મિશ્રાના કહેવાથી રાજમણી પટેલ, વિનોદર રાજકરણ બિંદ , સુનીલકુમાર આનકાપ્રસાદ મિશ્રા સાથે મળી ડસ્ટ પાઉડરની ચોરી કરી સિક્યુરીટી ગાર્ડ રાજુસીંગ નન્કુસીંગ સિકરવારની સાંઠગાંઠમાં ડસ્ટ પાઉડર ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો - સુરત: હમ વતની જ કિશોર દીકરીને લઇને ભાગી ગયો, શરીર સંબંધ બાંધ્યા બાદ થઇ ફરિયાદ

આ રીતે વીતેલા એક મહિનામાં 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર કિંમત રૂ. 23.60 લાખની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. માસ્ટર માઇન્ડ ચંદનકુમારના ઇશારે મુંબઇના વેપારીને ડસ્ટ પાઉડર વેચતા હતા. રિફાઇનીંગ લેબમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનાર શ્રીપ્રકાશ જગદંબા પ્રસાદની પૂછપરછમાં માસ્ટર માઇન્ડ ચંદનકુમાર સિધુંકુમાર મિશ્રા હોવાની કબૂલાત કરી છે. ચંદનકુમાર સાથે તેઓ કંપનીની બહાર મિટીંગ કરી ડસ્ટ પાઉડર ચોરીનો પ્લાનીંગ કરતા હતા. કંપનીમાંથી ડસ્ટ પાઉડર ચોરી કર્યા બાદ મુંબઇના વેપારી અને તેની પત્નીને મોબાઇલ પર સંર્પક કરી સસ્તામાં તેઓને વેચી દેતા હતા અને જે રૂપિયા મળતા હતા તે સરખે હિસ્સે વહેંચણી કરતા હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર