વડાપ્રધાન મોદીએ લખેલા ગરબાને નવા સંગીત સાથે લોંચ કરાયો

News18 Gujarati
Updated: October 7, 2019, 11:25 AM IST
વડાપ્રધાન મોદીએ લખેલા ગરબાને નવા સંગીત સાથે લોંચ કરાયો
નરેન્દ્ર મોદીના ગરબાનું લોન્ચિંગ

વડાપ્રધાન મોદીએ લખેલા ગરબાના તાલે ઝૂમવાની ખેલૈયાઓને મજા પડી હતી.

  • Share this:
કેતન પટેલ, બારડોલી : મા આદ્ય શક્તિની નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ગરબાને નવા સંગીત સાથે લોંચ કરવામાં આવ્યો હતો.

"ગાય એનો ગરબો... જીલે એનો ગરબો...ગરબો ગુજરાતની ગરવી મીરાત છે," ગરબો પીએમ વડાપ્રધાન મોદીએ લખ્યો છે. આ ગરબાનું લોન્ચિંગ નવા સંગીત સાથે સરદારની કર્મભૂમિ બારડોલીના સ્વર્ણિમ ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવમાં કરવામાં આવ્યું હતું. મા આદ્ય શક્તિના પર્વનું મહત્વ સમગ્ર દેશ અને દુનિયા જાણી શકે તેવા હેતુથી પીએમ મોદીએ લખેલા ગરબાનું લોન્ચિંગ સુમુલ ડેરીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી 2011માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ ગરબો લખ્યો હતો. આ જ ગરબાને નવા સંગીત સાથે રવિવારે બારડોલીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સુરતના ગરબાના નવયુવા કમ્પોઝર એનિષ રંગરેજ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગરબાના તાલે ખેલૈયાઓ ઘૂમ્યા હતા.

ગુજરાતની ઓળખ એટલે પહેલા ગુજરાતના ગરબા અને બીજા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ત્યારે વડાપ્રધાન મોદીએ લખેલા ગરબાના તાલે ઝૂમવાની ખેલૈયાઓને મજા પડી હતી.

નરેન્દ્ર મોદીના ગરબાના લોન્ચિંગમાં સુમુલ ડેરીના ચેરમેન તેમજ સુરત જિલ્લાના ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

First published: October 7, 2019, 11:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading