કચરા કૌભાંડ! સુરત મહાનગર પાલિકામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું


Updated: January 22, 2020, 11:13 PM IST
કચરા કૌભાંડ! સુરત મહાનગર પાલિકામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું
સુરત મહાનગર પાલિકામાં કચરા કૌભાંડ

પેટા હેડીગ :- શાકભાજી વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવા માટેમશીન બંધ હોવા છતાંય કાર્યરતઃ હોવાનું કહીને બિલ બનાવી તંત્ર પાસે થી ઇજારદાર ?

  • Share this:
સુરતના મહાનગર પાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. ખાસ કરીને કચરાને લઇને થોડા દિવસ પહેલા એક ધારાસભ્યનું કૌભાંડ તો હવે લિંબાયતમાં વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવા માટેના પ્લાન્ટમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પાલિકા કમિશનરને કરવામાં આવી છે. ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 માસથી બંધ હોવા છતા, ઈજારદારને મહિનાનું 1 લાખનું બિલ પાસ કરી કૌભાંડ આચવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગર પાલિકા જાણે કૌભાંડ કરવા માટે જાણીતી બનતી જઈ રહી છે. કારણ કે, એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ખાસ કરીને કચરા કૌભાંડો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાજપના ધારાસભ્યએ કચરા પેટીને લઇને કૌભાંડના આક્ષેપ કાર્યા હતા. ત્યારે આજે વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે.

ભારત સ્વચ્છતા અભિયાન હેઠળ સૂકા કચરામાંથી ખાતર બનાવ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 50 લાખના ખર્ચે શાકભાજી વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવા માટે મશીન ખરીદી કરવામાં આવ્યા હતા, જોકે આવા દરેક ઝોનમાં મશીન છે ત્યારે લિંબાયત ઝોનમાં મીઠીખાડી પાસેના આંજણા ટ્રાન્સફર સ્ટેશન ખાતે 1 ટીપીડી ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ હાલતમાં છે. એક પણ દિવસ કાર્યરત થયો નથી અને પ્લાન્ટ પર માટીના થર જામી ગયેલ છે.

વધુમાં આવા પ્લાન્ટ જ્યાં જ્યાં મુકવામાં આવેલ છે ત્યાં પણ મોટે ભાગે આવી જ પરિસ્થિતિ છે. આ પ્લાન્ટ બંધ હોવા છતાં. પ્લાન્ટના ઓપરેટર ઈજારદારને રોજના આશરે રૂ. 3000થી વધુના રોજ પ્રમાણે મહિને 1 લાખ કરતા વધુના બિલ પાસ કરવામાં આવ્યા છે. બંધ પ્લાન્ટના પણ રૂપિયા સુરત મહાનગરપાલિકાની એટલે પ્રજાની તિજોરીમાંથી આપવામાં આવી રહ્યા છે.

આ મામલે બે દિવસ પહૅલા કોગ્રેસના કોર્પોરેટર દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ અધિકારી સાથે કોન્ટ્રક્ટર દ્વારા કૌભાંડ આચરવામાં આવતો હોવાનો આક્ષેપ નગર સેવક અસ્લમ સાઇકલવાળાએ કર્યો છે. આ કૌભાંડ મામલે તપાસ કરવામાં આવશે કે, જેમાં દરરોજ કેટલો કચરો આવ્યો છે અને કેટલું ખાતર બનાવામાં આવે છે, તેની વિગત દર્શવામાં આવી છે, પણ મશીન પર લાંબા સમયથી કોઈ કામ નથી કરવામાં આવ્યુ તેવું સ્પષ્ટ દેખાય છે, ત્યારે આ રજીસ્ટરમાં પણ એન્ટ્રી કૌભાંડ થયું હોવાનું પુરવાર કરે છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर