સુરતઃ ભંગાર લઈ જવા મુદ્દે ઠપકો આપવો ગેરેજ માલિકને ભારે પડ્યો, મુન્નાએ ગેરેજ માલિક ઉપર ચપ્પા વડે કર્યો જીવલેણ હુમલો


Updated: October 24, 2020, 5:54 PM IST
સુરતઃ ભંગાર લઈ જવા મુદ્દે ઠપકો આપવો ગેરેજ માલિકને ભારે પડ્યો, મુન્નાએ ગેરેજ માલિક ઉપર ચપ્પા વડે કર્યો જીવલેણ હુમલો
ફાઈલ તસવીર

મુન્ના સોનકર ગેરેજ ઉપર ભંગાર લેવા આવ્યો હતો. જેથી અબ્દુલ ઉર્ફે અસ્લમ શાઍ તેને લોખંડનો ભંગાર લઈ જવા મુદ્દે ઠપકો આપ્યો હતો.

  • Share this:
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલા ઉન સંજય નગરમાં ગેરેજમાંથી લોખંડનો ભંગાર લઈ જવા મુદ્દે ઠપકો આપતાં યુવકે ગેરેજના માલિકને ચપ્પુના ઘા (Attack with Knife) ઝીંક્યા હતા. બનાવ અંગે પોલીસે ભંગારના વેપારીની ફરિયાદ લઈ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મુન્નો ગેરેજમાંથી લોખંડનો ભંગાર લઈ જતો હતો
સુરતના સચિન વિસ્તારમાં આવેલ ઉન સંજરનગર-2માં રહેતા મુહમ્મદ ઉમર મુહમ્મદ કાસીમ શેખ ઉન જલારામ ઝુપડપટ્ટીમાં અબ્દુલ ઉર્ફે અસ્લમ હસન શાની ગેરેજમાં કામ કરે છે. અબ્દુલ ઉર્ફે અસલમ શાની ગેરેજ પાસે રહેતાં મુન્ના મુખઈલાલ સોનકર તેમની ગેરેજમાંથી લોખંડનો ભંગાર લઈને જતો હતો.

ગેરેજ માલિક અબ્દુલે મુન્નાને આપ્યો હતો ઠપકો
દરમિયાન 22 ઓક્ટોબરના રોજ સવારે 9.30 વાગે ફરીથી મુન્ના સોનકર ગેરેજ ઉપર ભંગાર લેવા આવ્યો હતો. જેથી અબ્દુલ ઉર્ફે અસ્લમ શાઍ તેને લોખંડનો ભંગાર લઈ જવા મુદ્દે ઠપકો આપ્યો હતો. મુન્ના સોનકરે ઉશ્કેરાઈને અબ્દુલ ઉર્ફે અસ્લમ જાઈ લેવાની ધમકી આપી જતો રહ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પત્નીએ કમાવવા ન જતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ સુતા પરિવાર ઉપર ફેંક્યુ એસિડઠપકાના દિવસે જ મોડી રાત્રે ચપ્પુ લઈને અસ્લમને મારવા પહોંચ્યો
દરમિયાન ઍજ દિવસે મોડી રાત્રિઍ ચપ્પુ લઈને અસ્લમને જાનથી મારી નાંખવાના ઈરાદે આવ્યો હતો અને અબ્દુલ સાથે ગાળાગાળી કરી ચપ્પુ વડે અબ્દુલ ઉપર હુમલો કર્યો હતો. જેમાં અસલમને ચપ્પુના ઘાથી શરીરે ગંભીર ઈજા પહોચી હતી.

આ પણ વાંચોઃ-Hathras case માટે બનેલી SITના સભ્ય અને લખનૌના DIGની પત્નીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! દિવ્યાંગ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં છોડીને 13 વર્ષની સગિરાને લઈ ભાગી ગયો પતિ

ચપ્પા વડે હુમલો કરી મુન્નો ત્યાંથી ભાગી ગયો
મુન્નો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ અંગે અબ્દુલ ઉર્ફે અસલમ શાના કારીગર મુહમ્મદ ઉમરે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે મુન્ના સોનકર વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છેકે સુરતમાં સામાન્ય બાબાતમાં જીવલેણ હુમલા થતા હોવાની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે. ક્યારેક પૈસાની લેતી દેતી તો ક્યારેક પ્રેમ સંબંધે ચપ્પા કે તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલા થવા સામાન્ય બની ગયા છે. ત્યારે ઉનમાં ભંગાર લઈ જવા બાબતે ઠપકો આપવા જેવી સામાન્ય બાબતમાં ગેરેજ માલિક ઉપર ચપ્પા વડે જીવલેણ હુમલો થયો હતો.
Published by: ankit patel
First published: October 24, 2020, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading