સુરત : 'તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે', વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત


Updated: September 20, 2020, 9:27 AM IST
સુરત : 'તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે', વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત
વ્યાજે લીધેલા 41,000ના બદલે 81,000 રૂપિયા ચુકવી દીધા હોવા છતાં પૈસા પડાવવા માંગતા વ્યાજખોરોની દાદાગીરી

સુરતના ડભોલીની હ્રદય દ્વાવક ઘટના, વ્યાજના ચક્કરમાં સપડાયેલા આધેડે આપઘાત કરી જિંદગી ટૂંકાવી, વ્યાજખોરો બેફામ

  • Share this:
સુરત શહેરમાં વ્યાજખોરો (Financiers in Surat) બેફામ બન્યા છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા એક આધેડે અંતિમચિઠ્ઠી લખીને આપઘાત (Garage owner suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના ડભોલી (Dabholi surat) વિસ્તારમાં એક ગેરેજ માલિકે અંતિમ ચિઠ્ઠી (Suicide note) લખી છે, જેમાં પોલીસને સંબોધીને લખ્યુ છે કે 'તારે દુકાન વેચવી હોય તો અમને આપવી પડશે. નહીંતર નહીં વેચાવા દઉ' આમ માથાભારે વ્યાજખોરોના આતંકથી કંટાળીને આધેડે આત્મહત્યા કરી લીધી છે.

બનાવની વિગત એવી છે કે ડભોલીમાં ગેરેજ માલિકે સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. 41 હજાર સામે 2 લાખ રૂપિયા માંગી ત્રાસ આપવામાં આવતા ગેરેજ માલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો. ડભોલીના પરસોત્તમભાઇ ગેરેજ ધરાવે છે.એમણે રમેશ રબારી અને દીનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે 81 હજાર ચૂકવી દીધા હતા પણ પરસોત્તમમભાઇને 2 લાખ પડાવવા વ્યાજખોરોએ ત્રાસ આપતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો :  સુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદ

તેમણે અંતિમ ચિટ્ઠીમાં લખ્યું,  'સાહેબ રમેશભાઇ રબારી તથા દિનેશભાઇ રબારી મારી દુકાન વિઠ્ઠલનગર લંબોજ એપાર્ટમેન્ટ છે. મે દુકાન રાખી તેને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા દેતા નથી, સાહેબ મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે. નહીતર દુકાન વેચવા નહી દઉ' કહી દુકાન આગળ બેસી ગયા.

આ પણ વાંચો :  મહેમદાવાદ : ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા, રહસ્ય ઘેરાયુરમેશભાઇ રબારીએ વધુમાં કહ્યું હતું કે 'તું પોલીસ કમિશનર પાસે જાય તોય અમને ફરક નો પડે તારે ગમે તે પોલીસ પાસે જાવું હોય જા મને કોઇ વાંધો નથી. દુકાન ખોલવી હોય તો મને 80,000 આપવા પડશે. દુકાન ખોલીશ તો હાથ પણ ભાગી નાંખીશ.' ડરના મારે મે 40000 આપેલ છે. તા. 6-09-2019ને શુક્રવારે આપેલ છે. સવારે 9.30 વાગ્યે આપેલ છે. દિનેશ રબારી અને રમેશ રબારી મારવાની ધમકી આપે છે. મારી દુકાન સસ્તામાં જાય છે અમે કહ્યા વગર રાખવી હોય તો અમે પૈસા આપેલ છે.
Published by: Jay Mishra
First published: September 20, 2020, 9:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading