સુરત : મનીષ કૂકરીના ગુંડાઓએ ઓફિસમાં તોડફોડ કરી, આતંકનો Live વીડિયો થયો Viral

સુરત : મનીષ કૂકરીના ગુંડાઓએ ઓફિસમાં તોડફોડ કરી, આતંકનો Live વીડિયો થયો Viral
આતંકની ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

સુરતમાં લુખ્ખા તત્વો બેફામ! સરથાણા વિસ્તારમાં ઑફિસનો દરવાજો તોડી અને અંદર ઘૂસી ગયેલા શખ્સોએ ધમાચકડી મચાવી

  • Share this:
સુરત શહેરમાં (Surat) અસામાજિક તત્વો  (Gangsters)જાણે લોકો માટે માથાનો દુ:ખાવા સમાન બની ગયા છે ત્યારે ફરી એકવાર સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. સુરતની મનીષ કુકરી ગેંગના (Manish Kukri gang) ત્રણ સભ્યો એ દારૂ પીધેલી હાલતમાં તોફાન મચાવ્યું હતું અને સરથાણા વિસ્તારમાં આવેલી ઓફિસમાં (Attack in Office) તોડફોડ કરી હતી જોકે આવા અસામાજીક તત્વોનો આતંક સીસીટીવી (Live cctv video) ફુટેજમાં કેદ થઈ ગયો હતો જેના આધારે પોલીસે ગુનો (Police) દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં ફરી એકવાર મનીષ કુકરી ગેંગ સક્રિય થાય છે ત્યારે આ ગેંગ સામે પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડા તત્વો નો આતંક વધી રહ્યો છે શહેરમાં દિવાસાના દિવસે અસામાજિક તત્વો લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે આવી ગેંગ સામે સરકાર દ્વારા નવો કાયદો બનાવવામાં આવ્યો છે ના કાયદા હેઠળ આ ગેંગ પર કાર્યવાહી કરવામાં આવે છે.

ત્યારે શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે આ આતંક મચાવ્યો છે શહેરની કુખ્યાત મનીષ કુકરી ગેંગે મનીષ કુકરી ગેંગના સભ્યો ફરીથી શહેરમાં સક્રિય થયા છે અને પોતાનો આતંક મચાવી રહ્યા છે. મનીષ કુકરી ગેંગના સભ્યો દ્વારા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ગોકુળ આર્કેટની દુકાન નંબર 13માં આવેલી અલ્પેશ ડોંડાની ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં ઘૂસી તોડફોડ કરી હતી.

આ પણ વાંચો : સુરત : મોડી રાત્રે ડબલ મર્ડર! ચાકુનાં 20 જેટલા ઘા ઝીંકી બે મિત્રોની ઘાતકી હત્યા

આ ગેંગના રાહુલ બોવડા સહીત ૩ સભ્યોએ ઓફિસમાં મચાવેલો આતંક સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગયો છે જેથી સમગ્ર મામલે ઓફિસ માલિકે સરથાણા પોલીસ મથકમાં ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ગેંગના ત્રણ સભ્યો સામે ગુનો દાખલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

ઉલ્લેખનીય છે કે ગેંગના સભ્યો ભાષા  તડીપાર અપહરણ ખંડણી હત્યા મારે કોર્પોરેટર પર હુમલો જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે અને રાજ્ય સરકાર દ્વારા આવી ગેંગ સામે ગુજસીટોક નો શસ્ત્ર ઉગામ્યું છે અને શહેરની ઘણી ગેંગ આ ગુના હેઠળ પોલીસ સકંજામાં છે ત્યારે મનીષ કુકરી ગેંગ તમે પણ પોલીસ કમિશનર ગુજસીટોક નો ગુનો દાખલ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Published by:Jay Mishra
First published:April 23, 2021, 14:38 pm

ટૉપ ન્યૂઝ