સુરત : એકાઉન્ટન્ટને FBમાં યુવતી સાથે 'ઈલુ-ઈલુ કરવું ભારે પડ્યું,' Video Viral કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા

સુરત : એકાઉન્ટન્ટને FBમાં યુવતી સાથે 'ઈલુ-ઈલુ કરવું ભારે પડ્યું,' Video Viral કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા
પ્રતિકાત્મક તસવીર

યુવતીઍ લોભામણી વાતો કરી વિડીયો કોલીંગ (Video Call)  ઉપર પોતે નગ્ન થઈ ઍકાઉન્ટન્ટને પણ નગ્ન થવાનું કહી તેનો વિડીયો બનાવ્યો હતો

  • Share this:
સુરતના (Surat)  ઉધના વિસ્તારમાં રહેતા ઍકાઉન્ટન્ટને (Accountant) ફેસબુક ઉપર (Facebook) યુવતી સાથે થયેલી મિત્રતા ભારે પડી છે. યુવતીઍ લોભામણી વાતો કરી વિડીયો કોલીંગ (Video Call)  ઉપર પોતે નગ્ન થઈ ઍકાઉન્ટન્ટને પણ નગ્ન થવાનું કહી તેનો વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ ઍકાઉન્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ કરી દેવાની ધમકી આપી ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા પડાવી લીધા હતા. બનાવ અંગે ઍકાઉન્ટન્ટે ફરિયાદ આપતા પોલીસે યુવતી (Police) સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા યુઝ કરતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવકને યુવને સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. અને મિત્રતાનાં ચક્કરમાં હજારો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતો એક યુવક પોતે ઍકાઉન્ટનું કામ કરે છે.



આ પણ વાંચો :  સુરત : દીકરાની કરતૂતની સજા પિતાને મળી! વ્યાજખોરોએ અપહરણ કર્યુ, ઢોર માર મારી ફેંકી દીધા

24 વર્ષીય યુવકની ગત તા 17મી જાન્યુઆરીના રોજ ફેસબુક ઉપર અંજલી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. મિત્રતામાં યુવકે અંજલીએ તેનો મોબાઈલ નંબર આપ્યો હતો અને તેના ઉપર બંને વાતો કરતા હતા. જો કે બીજા દિવસે એટલે 18મી જાન્યુઆરીના રોજ અંજલીએ યુવકને વિડીયો કોલીગ કરી પોતાના અને યુવકના કપડા કઢાવી લીધા હતા. અને વાતચીત દરમિયાન અંજલિએ યુવકનો અશ્લીલ વિડીયો બનાવી લીધો હતો.

ત્યારબાદ અંજલી અને તેના સાગરીત રાજેન્દ્ર યોગી, અજય શર્માએ યુવકને અશ્લીલ વીડિયો સોશીયલ મીડીયામાં અપલોડ કરી  બદનામ કરવાની ધમકી આપી હતી. અને યુવકને બ્લેક મેઈલ કરવાનું શરુ કરી દીધું હતી.

આ પણ વાંચો : સુરત : યુવતી છૂટાછેડા લીધા બાદ ફરી પૂર્વ પતિ સાથે ભાગી, પરિવારે કર્યુ 'અપહરણ'

આ યુવતીએ ટૂકડે ટૂકડે ઍકાઉન્ટન્ટ પાસેથી ગુગલ પેથી કુલ રૂપિયા 33,050 પડાવી લીધા હતા. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા ઍકાઉન્ટન્ટએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઍકાઉન્ટન્ટની ફરિયાદ લઈ અંજલી શર્મા સહિત ત્રણ સામે ગુનો નોધી તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:March 02, 2021, 19:06 pm

ટૉપ ન્યૂઝ