સુરત: સચિન ખાતે જે કંપનીમાં કામ કરતો હતો તેના માલિક પાસેથી રૂપિયા લૂંટવા માટે બે મિત્રોની મદદથી 1996માં અપહરણ કરી લૂંટ કરી હતી. જોકે ખંડણી માંગવાના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપીને 1999માં કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી અને ત્યારબાદ વડોદરા જેલમાંથી 2000ની સાલમાં 30 દિવસની રાજા પર છૂટ્યા બાદ આરોપી પરત જેલમાં હાજર થયો ન હતો, અને પોતાના વતન બિહાર ખાતે ભાગી છૂટ્યો હતો, જેને સુરત પોલીસે 20 વર્ષે શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરત પોલીસ દ્વારા કેટલાક સમયથી અનેક ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસ પકડથી દૂર છે, તેવા આરોપીને પકડી પાડવા માટે ખાસ ટીમો કામે લગાડવામાં આવી છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલ હાઈ ચોઈસ કંપનીમાં શેઠ ગોવીંદદાસ ડોંગાના ડ્રાઈવર તરીકે નોકરી કરતા અનીલ ઉર્ફે અજીત આદિત્યનારાયણ પાંડેને ખબર હતી કે, તેમના માલિક પાસે રૂપિયા છે જેને લઈને પોતાના મલિક પાસેથી રૂપિયા લૂંટવા માટે પોતાના મિત્રો ઈન્દ્રાસન, જગન્નાથ રામપ્રસાદ અને લેલન તિવારી સાથે પ્લાન બનાવી માલિક ગોવિદદાસનું 1996માં મારૂતિ કાર સાથે રિવોલ્વર તથા ચપ્પુ બતાવી સચીન રોડ પલસાણા જવાના રસ્તા ઉપરથી અપહરણ કર્યું હતું.
અપહરણના પ્લાન બાદ મારી નાખવાની ધાક ધમકી આપી પૈસા પડાવવાના હેતુથી, માલિકને ભરૂચ જીલ્લાનાં જનોર ગામમાં રૂમ ભાડેથી રાખી તેમાં ગોંધી રાખી રૂ .૧૦ લાખની ખંડણીની માંગણી કરી સોનાની ચેન તથા રોકડા રૂ .૧૮ હજાર તથા મારૂતીકાર મળી રૂ .૧,૫૦,000 / - ની લુંટ કરેલ હતી.
જોકે આ મામલે ગીવીંદદાસના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણકારોના ચંગુલમાંથી તેમને છોડાવી લીધા હતા. આ સમયે પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ આરોપી 22 ફેબ્રુઆરી 1999 રોજ સાત વર્ષની સજા ફટકારી હતી અને ત્યાર બાદ આરોપીને વડોદરાની જેલ ખાતે મોકલી આપ્યો હતો.
આરોપી દ્વારા જેલ વાસ દરમિયાન જામીન પર રજા માંગવામાં આવતા કોર્ટે આરોપીને ૦૯ / ૦૫ / ૨૦૦૦ થી તા .૦૯ / ૦૬ / ૨૦૦૦ દિન -30 સુધી વડોદરા મધ્યસથ જેલથી વચગાળાના જામીન રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો, તેને તા .૦૯ / ૦૬ / ર ૦ ર ૦ ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ આરોપી જામીન બાદ સમયસર જેલમાં હાજર ન થઈ ફરાર થઇ ગયો હતો. જોકે આરોપી વિરુદ્ધ આ મામલે ગુનો દાખલ કર્યા બાદ આરોપી પોલીસ પકડથી બહાર હતા, ત્યારે 20 વર્ષ બાદ પોલીસને હકીકત મળી હતી કે, આરોપી હાલમાં ટેબવા વતન ખાતે મજૂરીકરી પોતાનું જીવન જીવી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટિમ આરોપીના વતન ગામ પહોંચી ગઈ અને તેને પકડી પાડી સુરત ખાતે લઇ આવી હતી. જોકે આરોપી ફરાર થયા બાદ 20 વર્ષે પકડાતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર