સુરત : સુરતમાં મહાનગરપાલિકાને આંખના કણાની જેમ ખૂંચતા લારીવાળાઓ જોડે રોજ રોજ લપ થવા લાગી છે. હવે આ ઘટનાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. કારણ કે તાજેતરની જ એક ઘટનામાં વિફરેલા લારી વાળાએ ચપ્પુ લઈને મપાના અધિકારીને ડરાવવાનો પ્રયાસ કરતા મામલો બીચક્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે હુમલાનો પ્રયાસ થયો નહોતો પરંતુ લારીધારકો પણ મનપાના નિર્ણય સામે લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે લારી વાળાઓએ અર્ધનગ્ન થઈને વિરોધ કર્યા બાદ એક લારી વાળાએ ચપ્પુ કાઢી તાયફો કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે સુરત મનપાની દબાણ શાખાના કેટલાક અધિકારીઓ લારીઓ વાળા પાસેથી સતત દંડ ઊઘરાવી રહ્યા છે. એક બાજુ લોકડાઉનનો માર અને બીજી બાજુ કોરોનાનો ડર, લારીઓ વાળાની હાલત પણ કફોડી છે. મનપા પણ જાણે તેમની પાસેથી જ દંડ ઊઘરાવી લેવા માંગતું હોય તેવા દૃશ્યો રોજ સામે આવી રહ્યા છે. એક માસૂમ બાળકને પગે પડાવીને આજીજી કરાવ્યા બાદ પણ 400 રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની ઘટનાનાં પડઘા સુરતમાં શાંત નથી પડ્યા ત્યાં આજે નવો કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો : સુરત : માથાભારે પિન્ટુની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, બે સગા ભાઈઓએ રહેંસી નાખ્યો
સુરતના રાંદેર ઝોનની ટીમ અડાજણ આઇએન ટેકરાવાલા સ્કૂલ પાસે દબાણ હટાવા ગઈ હતી. અહીંયા વેપાર કરતા ફ્રૂટની લારીવાળાઓ જોડે તેમની માથાકૂટ થી હતી. તેમાં એક લારીવાળાએ મનપા અધિકારીઓની વાત ન માનીને ચપ્પુ કાઢીને દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મનપા અધિકારીઓ આ વર્તણૂકથી ડઘાઈ જતા તાત્કાલિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે, મનપાની જોહૂકમીથી ત્રસ્ત લારીવાળાનું આ વર્તન પણ યોગ્ય નહોતું.
આ પણ વાંચો : તાપી : જિલ્લા શિક્ષણાધિકારી રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBએ સપાટો બોલાવ્યો
ગઈકાલે અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો હતો
હાનગરપાલિકા દ્વારા રસ્તા પર શાકભાજી કે ફ્રુટની લારીઓ લઈને વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પુણામાં દબાણ ખાતા દ્વારા થતી આ કાર્યવાહી સામે શાકભાજી વિક્રેતાએ વિરોધ નોંધાવ્યો હતો. પૂણા વિસ્તારમાં આવેલા સીતાનગર ચોક ખાતે શાકભાજી સહિતની લારીઓ પર ધંધો કરતા વેપારીઓએ શર્ટ કાઢી અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો. શાકભાજી વેપારી આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા કરાતી દંડની કાર્યવાહીના કારણે સામાન્ય લોકોનું શોષણ થાય છે અને જો તેઓ દ્વારા આ પ્રકારની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો તેમની પાસે પહેરવા માટે પણ કપડા નહીં બચે.