સુરત: OLX પરથી મોબાઈલ ખરીદી આ ટેકનિક અપનાવી છેતરતો હતો ભેજાબાજ

News18 Gujarati
Updated: November 8, 2019, 9:20 AM IST
સુરત: OLX પરથી મોબાઈલ ખરીદી આ ટેકનિક અપનાવી છેતરતો હતો ભેજાબાજ
ભેજાબાજ એટલો ચાલાક હતો કે, ભલભલા લોકો તેના વિશ્વાસમાં આવી જતા અને છેતરાઈ જતા

ભેજાબાજ એટલો ચાલાક હતો કે, ભલભલા લોકો તેના વિશ્વાસમાં આવી જતા અને છેતરાઈ જતા

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: મોબાઈલના ધંધામાં ખોટ જતા એક યુવકે લોકોને OLX પર છેતરવાનું શરૂ કરી દીધુ. આ બેજાબાજ યુવક OLX પરથી મોબાઈલ ખરીદી ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રિનશોર્ટ બતાવી છેતરપિંડી કરતો હતો. આખરે ભેજાબાજ યુવકને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં પોદ્દાર આર્કડ ખાતે મોબાઇલની દુકાન ચલાવતાતો હતો આ યુવક. તે ધંધામાં ખોટ જતાં શોર્ટકટથી રૂપિયા કમાવા OLX પરથી મોબાઇલ વેચનારનો કોન્ટેક કરી ઓનલાઇન પેમેન્ટના નામે મોબાઇલ તફડાવી ફરાર થઈ જતો હતો. આખરે 29 વર્ષીય અમિત ભરત હીરપરાને ઉમરા પોલીસના હાથે ઝડપાઇ ગયો.

હાલમાં તો આ યુવક ઉમરા પોલીસની પકડમાં આવી જતા શહેરના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે, જ્યારે પોલીસે તપાસ કરતા અલગ અલગ કિસ્સાઓ જેમાં 19મી ઓકટોબરે ઠગ અમિતે ડો. અનુજ ડાયાલાલ ભૂત પાસેથી 71 હજારનો ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી મોબાઇલ પડાવી લીધો હતો.

આ ઉપરાંત ઉધના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા ઠાકોર રમેશ ભાઈએ પણ મોબાઈલ OLX પર વેચવા મુકતા તેને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી 65 હજારનો મોબાઇલ, કતારગામ વિસ્તારના યુવકનો 73 હજારનો મોબાઇલ, નવસારી ટાઉન વિસ્તારમાંથી 43 હજારનો મોબાઇલ અને પાંડેસરામાંથી 27 હજારની કિંમતનો મોબાઇલ આ ઠગ યુવકે તફડાવી લીધો હોવાનું બહાર આવ્યું.

કેવી રીતે છેતરતો હતો?

પકડાયેલા અમિતે ઉમરા પોલીસ સમક્ષ 5 ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેના મોબાઇલમાં એકસીસ બેંકની એપ્લીકેશન હતી. તેના ખાતામાં એક પણ રૂપિયો ન હોવા છતાં તે ગ્રાહકના દેખતા ઓનલાઈન પેમેન્ટ કરવાની એક્ટિંગ કરતો હતો. અને ઓનલાઇન પેમેન્ટ થઈ ગયું તેવો સ્ક્રીનશોટ બતાવી દેતો હતો. મહત્વની વાત એ છે કે, આ ભેજાબાજ આ પ્રકારનો સ્ક્રીનશોટનો ફોટો પહેલાથી જ બનાવીને મોબાઈલમાં લાવતો હતો, જેના કારણે મોબાઇલ વેચનાર વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી દેતો હતો.મોબાઇલ લીધા પછી તે 4થી 5 મિનિટમાં ત્યાંથી નીકળી જતો. અગાઉ અમિત આ જ પ્રકારે ઠગાઇ કરવામાં પુણા અને રાંદેર પોલીસના હાથમાં પણ પકડાયો હતો. અમિત ઠગાઇથી મેળવેલો મોબાઇલ વરાછાના પોદાર આર્કેડમાં સસ્તા ભાવે વેચી મારતો હતો, જે રૂપિયાથી પોતાના મોજશોખ પુરા કરતો હતો.
First published: November 7, 2019, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading