સુરત : 'આજે તુ બચી ગયો,હવે પછી જાનથી મારી નાંખીશ', રત્નકલાકારનું મિત્રએ અપહરણ કરી લૂંટ ચલાવી


Updated: August 5, 2020, 5:49 PM IST
સુરત : 'આજે તુ બચી ગયો,હવે પછી જાનથી મારી નાંખીશ', રત્નકલાકારનું મિત્રએ અપહરણ કરી લૂંટ ચલાવી
કાપોદરા પોલીસ મથકની ફાઇલ તસવીર

બહેનને રક્ષાબંધનમાં ફ્રીજ આપવા માટે લીધેલી લોનનો મામલો અપહરણ સુધી પહોંચ્યો, કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

  • Share this:
રક્ષાબંધનમાં (Rkashabandhan) બહેનને ફ્રીજ (Fridge) ગીફ્ટ આપવા માટે સુરતના (Surat) રત્નકલાકારે પોતાના (diamond worker) મિત્રના નામે કરાવેલી લોનના હપ્તા રત્નકલાકર નહીં ભરશે તેવા ડરથી મિત્ર એ લોન કેન્સલ કરાવી દેતા રત્નકલાકારે ઉશ્કેરાઈને  પોતાના જ મિત્રનું (Kidnapping) કારમાં અપહરણ કરી માર મારી મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.જોકે આ મામલે અપહરણ નો ભોગ બનાર એ ફરિયાદ  નોંધાવતા કાપોદ્રા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ સરૂ કરી છે. બનાવની વિગત એવી છે કે

રક્ષાબંધનને લઇને બહેન ગિફ્ટમાં ફ્રિજ આપવા માટે મિત્રના નામે લોન કરાવી પણ મિત્રએ આ લોન કેન્સલ કરાવવી ભારે ભરી પડી હતી, અને કેન્સલ લોન કરાવતા મિત્રે મિત્રનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે.

સુરતના  કાપોદ્રા કારગીલ ચોક નાલંદા સ્કુલ રોડ પાસે સક્રતા સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના ખસરીયા ગામના અશ્વિન છગનભાઈ લક્ક઼ડા  હીરા મજુરી કામ કરે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે હીરા મંજુરી બંધ હોવાથી ઘરે જ રહે છે. અશ્વિનભાઈ દસ વર્ષ પહેલા તેના મિત્ર પ્રફુલ ધડુક સાથે નાના વરાછા ઢાળ પાસે ગંગા જમના ઍપાર્ટમેન્ટમાં વિજય ધીરૂ માલવીયાની ઓફિસમાં બેસવા માટે જતા હતા.

આ પણ વાંચો :  સુરત : કાતિલ Coronaનો કહેર, બપોર સુધીમાં વધુ 130ને ચોંટ્યો, વધુ 2 દર્દીનાં નિધનથી ચિંતા વધી

વિજય માલવીયા જમીનનો ધંધો કરે છે, આ ઓફિસમાં ભાવિન હરજી સંધાણી પણ બેસવા માટે આવતો હોવાથી તેમની ઓળખાણ થઈ હતી. છ દિવસ પહેલા ભાવિન સંધાણીનો ફોન આવ્યો હતો. અને તેની બહેનને રક્ષાબંધનમાં ગીફ્ટ આપવાનું હોવાનું કહી આધાર કાર્ડ, પાનકાર્ડ ઉપર લોન કરાવાની વાત કરી ઘરે લેવા આવ્યો હતો અને ત્યાંથી વરાછા પોલીસ સ્ટેસનની સામે આવેલ વિજય સેલ્સ ઈલેકટ્રોનિક્સમાં ગયા હતા.

ભાવિન સંઘાણીએ ફ્રીઝ ખરીદવાનું નક્કી કયું હતું જેની કિંમત રૂપિયા 28 હજાર હતી. જોકે, અશ્વિનના નામે લોન પર લેવાનું નક્કી કરતા અશ્વિને ડોક્યુમેન્ટ આપ્યા હતા. અશ્વિને ઘરે જઈને તેના પરિવારને વાત કરતા તેના ભાઈએ ભાવિન લોનના પૈસા નહી ભરે તો આપણે ભરવા પડશે એવું કહેતા  લોન કેન્સલ કરાવવાનું કહ્યુ હતું.જેથી અશ્વિન બીજા દિવસે દુકાને જઈને લોન કેન્સલ કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ભાવિન સંધાણીએ ફોન કરી 'કેમ ફ્રીઝનું બુકિંગ કેન્સલ કરાવ્યું' હોવાનુ કહી ગાળાગાળી કરી હતી. અને ગઈકાલે સવારે સાત વાગ્યે ભાવિન ઘરે આવી શર્ટનો કોલર પકડી બળજબરી પુર્વક વેગનાર કારમાં બેસાડ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : માથાભારે ઇમરાન ઉર્ફે બુઢાવની ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા, શહેરમાં 3 દિવસમાં ત્રીજું ખૂન થતા ચકચાર

ગાડીમાં વિજય ધીરુભાઈ માલવીયા, અને ડ્રાઈવર ધર્મશ હતો. ગાડીમાં અશ્વિનને ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને ગાડી સ્મીમેર હોસ્પિટલની સામે આવેલ ભોળાનાથ મંદિરે લઈ ગયા હતા ત્યાં દર્શન કરી ત્યાંથી નજીકમાં આવેલ અવાવરુ જગ્યામાં લઈ જઈ મોબાઈલ લૂંટી લીધો હતો. અને તને આજે પતાવી દેવાનો છે, કહી મારતા હતા.

તે વખતે પસાર થતા બે માણસો આવી અને અશ્વિનને છોડાવ્યા હતો. ત્યારે ભાવિને 'આજે તું બચી ગયો છે. હવે પછી તેને જાનથી મારી નાખીશ હોવાનુ કહેતા ત્યાંથી ભાગ્યો હતો.' બનાવ અંગે પોલીસે અશ્વિનની ફરિયાદ લઈ ભાવિન સંધાણી, વિજય ધીરુ માલવીયા અને ધર્મેશ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
Published by: Jay Mishra
First published: August 5, 2020, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading