Home /News /south-gujarat /

સુરત: લો બોલો, OLX પર ચીટિંગ કરનાર ઠગબાજનું થયું અપહરણ, પોલીસે બચાવ્યા બાદ થયા ચોંકવનારા ખૂલાસા

સુરત: લો બોલો, OLX પર ચીટિંગ કરનાર ઠગબાજનું થયું અપહરણ, પોલીસે બચાવ્યા બાદ થયા ચોંકવનારા ખૂલાસા

ફરીયાદી અમિત

સુરત : OXL પરથી મોબાઇલ ખરીદી કરી લોકો સાથે ચીટીંગ કરીને મેળવેલા મોબાઈલ ફોન ખરીદનાર વેપારીઓ પાસે પોલીસ પહોંચી અને મોબાઇલ કબજે કર્યા હતા. તો મોબાઇલ વેપારીએ પૈસા વસુલવા ઠગાઈ કરી મોબાઈલ વેચનાર ઢગબાજનું અપહરણ કર્યું, અને પહોંચી ગયો જેલ. હાલમાં પોલીસે અપહરણ થયેલા ઠગને છોડાવી અપહરનો ગુનો નોંધી 7 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા મરધા કેન્દ્ર સાગર કોમ્પ્યુનીટી હોલની સામે સાગર સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના લીલીયાના વતની અમીત ભરતભાઈ હિરપરા મહિધરપુરામાં આવેલા ઍબીસી નામની મેડિકલ ઍન્જનસીમાં દવા આપવાનુ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ લોકડાઉન થયા બાદ મેડિકલ ઍજન્સી બંધ છે. આ પહેલા ઍક વર્ષ અગાઉ અમીતે OLX નામની વેબસાઈટ ઉપરથી અલગ-અલગ સાત વ્યકિતઓનો સંપર્ક કરી તેઓના સેમસંગ તથા ઍપલ કંપનીના મળી કુલ સાત મોબાઈલ, ખોટા બેન્ક ટ્રાન્ઝેકશનના મેસેજ બતાવી ખરીદી લીધા હતા.

આ રીતે છેતરપિંડીથી ખરીદેલા મોબાઈલ વરાછા ખાંડ બજારમાં પોદ્દાર આર્કેડમાં અલગ-અલગ મોબાઈલની દુકાનમાં વેચ્યા હતા. છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિઓએ ઠગબાજ વિરૂધ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાવતા પોલીસે ધરપકડ કરી હતી, અને પોલીસે તેણે જ્યાં-જ્યાં મોબાઈલ વેચ્યા હતા તે દુકાનદારો પાસેથી મોબાઈલ કબજે કર્યા હતા. આ ઘટના બાદ ઠગ જામીન પર છુટી પણ ગયો હતો.

આ પણ વાંચોસુરત: 'ફાયનાન્સર લાલા રોજ જાનથી મારી નાખવાની ધમકી આપતો', સુસાઈડ નોટ લખી વેપારીએ કર્યો આપઘાત

હવે ઠગ અમીત ગઈકાલે બપોરે પોણા બે વાગ્યે સરથાણા જકાતનાકા ગોકુલમ આર્કેડ પાસે બાઈક પાર્ક કરી ખોડીયાર કાર્ટીંગ નામની ઓફિસમાં તેના મિત્ર રાજુ ગજેરાને મળવા માટે ગયો હતો. પરંતુ રાજુ વતન ગયો હોવાથી ઓફિસમાં હાજર ન હતો, પણ તેનો ભાગીદાર મનીષ કનુ દુધાત ઓફિસમાં બેઠો હતો. મનીષે તેને નીચે બોલાવતા તે પાર્કીગમાં ગયો હતો, ત્યારે વરાછા પોદ્દાર આર્કેડમાં ક્રિષ્ના મોબાઈલ દુકાન ધારક હૈદર સિદિક પીંજારા, પ્રિ­ન્સ કમલેશ કોટક તથા અન્ય પાંચેક જણા ત્યાં આવી પહોંચ્યા અને મોબાઈલ માટે જે પૈસા આપ્યા હતા તેની માંગણી કરી. આ સમયે પ્રિ­ન્સ સાથે આવેલ આશીષ ધામેલીયાઍ તેને મોઢાના ભાગે ધોલ ધાપટો મારી રૂપિયા ૨ લાખની માંગણી કરી, અને ધમકી આપી કે મોબાઈલના રૂપિયા નહી આપે તો તારા હાથપગ તોડી નાંખવામાં આવશે.

આજ સમયે પૈસાની કડક ઉઘરાણી કરી સ્વીફ્ટ કારમાં ઠગબાજનું અપહરણ કરી યોગીચોક તરફ આવેલ ખુલ્લી જગ્યામાં લઈ ગયા, ત્યાં ઠગ અમિતે તેના મિત્ર રાજુ લાલજી ગજેરાને ફોન કરી રૂપિયા ઍક લાખની સગવડ કરી આપવા જણાવતા, રાજુ્એ કહ્યું, પૈસાની સગવડ થાય ઍટલે ફોન કરુ છું. ત્યારબાદ ૧૦ મીનીટમાં જ રાજુભાઈનો ફોન આવ્યો હતો અને ઠગ અમીતને કહ્યું તારી પાસે જે લોકો પૈસાની માંગણી કરે છે તે લોકોને કાપોદ્રા કલાકુંજ સોસાયટી પાસે મોકલ, ઍક વ્યકિત પૈસા લઈને ઉભો છે. જેથી હૈદર અને પ્રિ­ન્સ ઠગને કારમાં બેસાડી ત્યાં લઈ ગયા હતા, થોડીવારમાં ફોન આવતા ત્રણ અજાણ્યા અપહરણકાર ત્યાંથી અમિતને બાઈક પર બેસાડીને સરથાણા જકાતનાકા તરફ લઈ ગયા હતા. તે વખતે ઠગ અમિતના મિત્ર રાજુના ભાગીદાર મનીષ દુધાતે સ્વીફ્ટ કારમાં અમિતનું અપહરણ થયું હોવાની જાણ પોલીસ કંટ્રોલને કરી હોવાથી પોલીસે પ્રિ­ન્સ, હૈદર તેમજ બાઈક ઉપર લઈ જતા ત્રણેયને રસ્તામાં જ પકડી પાડી ઠગ અમિતને મુક્ત કરાવ્યો હતો.

હાલમાં પોલીસે અમીતની ફરિયાદ લઈ હૈદર સિદ્દિક પીંજારા, પ્રિ­ન્સ કમલેશ કોટક, મેદી હસન, સાદિક જામકતી, સીરાજ માસુઅલી, ઈમરા અબ્બાસ, અને રણજીત મનુ કિડેયા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Fraudster, Surat police, અપહરણ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन