સુરતઃ વિધવા માતાને દીકરાના ફિલ્મ પ્રોજેક્ટ માટે રૂ.50 લાખની લોન પાસ કરાવવું ભારે પડ્યું, ગુમાવ્યા લાખો રૂપિયા

સુરતઃ વિધવા માતાને દીકરાના ફિલ્મ પ્રોજેક્ટ માટે રૂ.50 લાખની લોન પાસ કરાવવું ભારે પડ્યું, ગુમાવ્યા લાખો રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

દીકરાની ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ક્રેઝી હાર્ટ નામની ગુજરાતી ફિલ્મના પ્રોડકશનના પ્રોજેક્ટ માટે રૂપિયા 50 લાખની પર્સલન લોન પાસ કરાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા.

  • Share this:
સુરતઃ નવસારીના (Navsari) બિલીમોરા (Bilimora) વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને તેના પુત્રની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં  ક્રેઝી હાર્ટ નામની ગુજરાતી ફિલ્મના પ્રોડકશનના (Gujarati film production) પ્રોજેકટ માટે રૂપિયા 50 લાખની પર્સલન લોન પાસ કરાવી આપવાને બહાને રિંગરોડ સહારા દરવાજા સ્થિત સેચ્યુરી કોમ્પ્લેક્ષમાં આવેલ ક્રિષ્ના ફાયનાન્સના પ્રોપાયટરે રૂપિયા 5.95 લાખ પડાવી છેતરપિંડી (fraud case) કરી હતી બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજના જમાનામાં લોકોને ફિલ્મોમાં કામ કરવાનો રસ વધુ હોય છે. જેને લઈને કોઈ પણ રસ્તો અપનાવે છે. અને બાળકોના સપના પુરા કરવા માતા-પિતા લોન લઈને પણ તેઓના દરેક સપના પુરા કરે છે. ત્યારે ગુજરાતી ફિલ્મના પ્રોડકશનના પ્રોજેકટ માટે લોન પાસ કરાવી આપવાનુ કહી મહિલા સાથે ઠગાઈ થતા ચકચાર મચી જવા પામી છે.



બનાવ અંગે સલાબતપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ નવસારી જિલ્લાના બિલીમોરાના ગોકુલદાસ  ચાલ ખાતે રહેતા સંધ્યાબેન ઉત્તમભાઈ રામભાઈ પટેલ (ઉ.વ.૫૨)ઍ ગઈકાલે સહારા દરવાજા સ્થિત સેચ્યુરી કોમ્પ્લેક્ષમાં આવેલ ક્રિષ્ના ફાયનાન્સના પ્રોપાયટર રાકેશ રશ્મિકાંત પંચાલ (રહે, સિંધ્યાચલ ઍપાર્ટમેન્ટ વેસ્ટન હાઈટ્સ ઍલ.પી.સવાણી અડાજણ) સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી.

આ પણ વાંચોઃ-

જેમાં સિંધ્યાબેને જણાવ્યું હતું કે આરોપી રાકેશે  ડિસેમ્બર 2016માં સંધ્યાબેનને તેના દીકરાની ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ક્રેઝી હાર્ટ નામની ગુજરાતી ફિલ્મના પ્રોડકશનના પ્રોજેક્ટ માટે રૂપિયા 50 લાખની પર્સલન લોન પાસ કરાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા.

આ પણ વાંચોઃ-

અને ટુકડે ટુકડે કરી આર.ટી.જી.ઍસ અને ઍન.ઈ.ઍફ. ટી મારફતે કુલ રૂપિયા 6,65,066 પડાવ્યા હતા અને ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ લીધા હતા. જાકે રાકેશ પંચાલે લોન મંજુર નહી કરી હતી. જેને લઈને સંધ્યાબેને પરત પૈસાની માંગણી કરી હતી.



જેથી રાકેશે 80 હજાર રૂપિયા પરત આપ્યા હતા જયારે બાકીના રૂપિયા 585,066ની અવાર નવાર માંગણી કરવા છતા પણ આપ્યા ન હતા અને લોન મંજુર નહી કરાવી છેતરપિંડી કરી હતી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા સંધ્યાબેનને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી મહિલાની ફરિયાદ લઈ પોલીસે રાકેશ પંચાલ સામે ગુનો નોîધી તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:February 06, 2021, 21:35 pm

ટૉપ ન્યૂઝ