સુરતઃ કરિયાણું ખરીદવા આવેલા બે ગઠિયા દુકાનદારને લૂંટી ફરાર, videoમાં જુઓ કેવી રીતે કરી ગયા 'કળા'

સુરતઃ કરિયાણું ખરીદવા આવેલા બે ગઠિયા દુકાનદારને લૂંટી ફરાર,  videoમાં જુઓ કેવી રીતે કરી ગયા 'કળા'
cctvની તસવીર

સવારે સાત વાગ્યે દુકાનમાં બેઠા હતા તે વખતે રીક્ષા ચાલક સહિત બે ગઠિયાઓ તેમની દુકાને આવ્યા હતા. કરિયાણાનો સામાન ખરીદવાની વાત કરી તેમને પહેલા વિશ્વાસમાં લઈ તેમની પાસેથી રૂપિયા 6 હજારના છૂટા લીધા હતા.

  • Share this:
સુરતઃ પુણાગામ માતૂશક્તિ સોસાયટીમાં આવેલ મઢુલી ડેરી ઍન્ડ કરિયાણા સ્ટોર્સ (Groceries stores) નામની દુકાનમાં બુધવારે સવારે કરિયાણાનો સામાન ખરીદવાને બહાને આવેલા બે ગઠિયાઓઍ દુકાનદાર (Shopkeeper) પાસે રૂપિયા 6 હજારના છુંટા લઈ ખમણ લેવા જાઉ હોવાનુ કહી રીક્ષામાં બેસી નાસી ગયા હતા. દુકાનદારને તેની સાથે છેતરપિંડી (fraud case) કરવામાં આવી હોવનો ખ્યાલ આવતા પોલીસમાં (police complaint) ફરિયાદ નોધાવી છે.

સુરતમાં સતત ગુનાખોરી સાથે છેતરપિંડીની સતત ફરિયાદ સામે આવી રહી છે ત્યારે ચિત્તગ કરનાર એલોકો કોઈને કોઈ પ્રકારે લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે ત્યારે આજે આવી એક ચિટિક ની ઘટના સામે આવી છે જોકે ચીટીંગ કરવું આવેલ યૌ નજીકના સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે.સુરતના સરથાણા યોગીચોક શ્યામધામ સોસાટીમાં રહેતા રમેશભાઈ રવજીભાઈ કથેરીયા પુણાગામ માતૂશક્તિ સોસાયટીમાં મઢુલી ડેરી ઍન્ડ કરિયાણા સ્ટોર્સના નામે દુકાન ધરાવે છે. રમેશભાઈ ગતરોજ સવારે સાત વાગ્યે દુકાનમાં બેઠા હતા તે વખતે રીક્ષા ચાલક સહિત બે ગઠિયાઓ તેમની દુકાને આવ્યા હતા.

આ પણ વાંચોઃ-જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

આ પણ વાંચોઃ-વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

ગઠિયાઓ રમેશભાઈના કરિયાણાનો સામાન ખરીદવાની વાત કરી તેમને પહેલા વિશ્વાસમાં લઈ તેમની પાસેથી રૂપિયા 6 હજારના છૂટા લીધા હતા અને પોતે ખમણ લઈને પછ આવે છે તેવું કહીને નીકળી ગયા હતા જોકે  રીક્ષામાં બેસીખમણ લેવા કહને ગાંઠિયા  નાસી ગયા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

આ પણ વાંચોઃ-પકડાઈ જવાના ડરે ભ્રષ્ટ મામલતદારે રસોડામાં સળગાવી દીધા રોકડા રૂ.20 લાખ, છતાં ઝડપાયો

કલાકો વિત્યા બાદ પણ આ ગઠિયા ન આવતા દુકાનદારને ખ્યાલ આવી ગયો કે આ આવેલા બંનેવ ઈસમ તેમની સાથે છેતરી ગયા છે. રમેશભાઈને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બંને જણા છેતરી નાસી ગયા છે. જેને લઈને રમેશ ભાઈ તાતકાલિક સીસીટીવી લઇને પોલીસ મથકે દોડી જઈને આ બંનેવ ઠગ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.જોકે સીસીટીવીના આધારે પુના પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી આરોપી ઠગોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
Published by:ankit patel
First published:March 26, 2021, 17:02 pm

ટૉપ ન્યૂઝ