સુરતના વેપારી સાથે 48 લાખ રૂપિયાની ઠગાઈ, આંતરાષ્ટ્રીય રેકેટ ચલાવતો હરિયાણાનો ઠગ ઝડપાયો

સુરતના વેપારી સાથે 48 લાખ રૂપિયાની ઠગાઈ, આંતરાષ્ટ્રીય રેકેટ ચલાવતો હરિયાણાનો ઠગ ઝડપાયો
સુરતના વેપારીને ચૂનો ચોપડનાર હરિયાણાનો ઠગ ઝડપાયો

Coronaની મહામારીમાં ઠગોઓએ માજા મૂકી, સુરતના વેપારીએ ઓનલાઇન હોલસેલ માસ્કનો ઓર્ડર આપ્યો અને પછી જે કઈ બન્યું તે જાણીને ચોંકી જશો

  • Share this:
શહેરમાં માસ્કના નામે વેપારી સાથે 48 લાખની ઠગાઈ કરનાર ઠગબાજને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ઝડપાતા સુરત શહેરમાં ઈન્ટરનૅશનલ ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો છે. આરોપી હરિયાણાનાં એક ઢાબાનો વેપારી છે. અને પોલીસને આશંકા છે કે આ આરોપી સાથે કૌભાંડમાં અન્ય ઘણા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. સુરતના વેપારી સાથે થયેલી ઈન્ટરનેશનલ છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. વેપારીને સારી ક્વોલિટીના માસ્ક જોઈતા હતા. જેથી તેણે સોશિયલ મીડિયામાં એક જાહેરાત જોઈ હતી.

જેમાં થાઇલેંડની એક કંપની દ્વારા માસ્ક માટે વેબસાઇટ પર જાહેરાત મુકવામાં આવી હતી. બજાર કરતા સસ્તો ભાવ હોય વેપારીએ જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો અને માસ્ખ ખરીદવા માટે લાખ્ખો રૂપિયાની ડીલ થઇ હતી. ઠગબાજોએ ઈન્ટરનેશનલ કોલના માધ્યમથી વેપારી પાસેથી માસ્ક માટે 32 લાખ રૂપિયા ડોલરમાં થાઈલેન્ડની બેંકમાં ટ્રાંસફર કરાવ્યા હતા.આ પણ વાંચો : સુરત : 12 લાખના સોના સાથે 2 ગેંગસ્ટર ઝડપાયા, અમરસિંહ હત્યા-લૂંટ, અપહરણનાં 37 ગુનામાં સામેલ

ત્યારબાદ મોહમ્મદ નામના વ્યક્તિએ તેમનું માસ્કનું કન્ટેનર દુબઈના જબલ અલી પોર્ટ પર આવી ગયું હોઈ તે છોડવા ચાર્જ પેટે 15 લાખથી વધુની રકમ ટ્રાંસફર કરવા કહ્યું હતું. એટલું જ નહીં તેણે દુબઈ શિપપોર્ટની નકલી ઈનવોએઇ પણ મોકલી હતી. આમ આ ઠગ ટોળકીએ વેપારી પાસેથી 48 લાખથી વધુની રકમ લઈ માસ્ક નહીં મોકલી ઠગાઈ આચરી હતી.

ઠગ લોકોએ  મોબાઈલ નંબર પણ બંધ કરી દેતા વેપારીએ સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સાયબર ક્રાઈમે ટેક્નિકલ સર્વેલ્સના આધારે નંબર ટ્રેસ કરી આ ગુન્હામાં સંડોવાયેલા આરોપી ગુરજીત સિંગ જગતસિંગ કબોજને હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા થાનેશર સદરથી ઝડપી લીધો હતો. અને તે કેવી રીતે લોકોની સાથે ઠગાઈ કરતો હતો  બીજા કયા કયા માધ્યમ અને કઈ કઈ લાલચ આપી તે લોકો સાથે ઠગાઈ કરતો હતો અને આ ગુનામાં તેની સાથે કોણ કોણ સામેલ છે. તે મામલે ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :  સુરત : કરિયાણાની દુકાનમાં વેચાઈ રહ્યુ હતું અફીણ! પોલીસના દરોડામાં 4 કિલો જથ્થો, 11 લાખ રોકડા ઝડપાયા

પોલીસને આશંકા છે કે આ આરોપી સાથે કૌભાંડમાં અન્ય ઘણા લોકો સંડોવાયેલા છે. અને ઠગાઈનાં તાર સંગ્ર ભારત સુધી ફેલાયેલા છે. જેથી આરોપીની વધુ પૂછપરછમાં ભારત ભરમાં થતા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી ભેદનો પર્દાફાસ થવાની શકયતા છે.
Published by:Jay Mishra
First published:November 08, 2020, 15:09 pm

ટૉપ ન્યૂઝ