સાવધાન! સુરતમાં રિલાયન્સ અને ONGC કંપનીમાં નોકરી અપાવવાના બહાને ૨૩ યુવકો સાથે ૭.૮૯ લાખની છેતરપિંડી


Updated: August 8, 2020, 5:17 PM IST
સાવધાન! સુરતમાં રિલાયન્સ અને ONGC કંપનીમાં નોકરી અપાવવાના બહાને ૨૩ યુવકો સાથે ૭.૮૯ લાખની છેતરપિંડી
પ્રતિકાત્મક તસવીર

નોકરી અપાવાને બહાને સુરત સહિત આજુબાજુના જિલ્લાના ૨૩ જેટલા નોકરી ઈચ્છુક યુવકો પાસેથી કુલ રૂપિયા ૭.૮૯ લાખ પડાવી લીધા, ત્યારબાદ ઓફિસને તાળામારી રફુચક્કર થઈ ગયા.

  • Share this:
સુરત : શહેરના મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં આવેલી હિન્દુસ્તાન કોન્ટ્રાકટર ઍજન્સીએ રિલાયન્સ અને ONGC કંપનીમાં નોકરી અપાવાને બહાને સુરત સહિત આજુબાજુના જિલ્લાના ૨૩ જેટલા નોકરી ઈચ્છુક યુવકો પાસેથી કુલ રૂપિયા ૭.૮૯ લાખ પડાવી લીધા, ત્યારબાદ ઓફિસને તાળામારી રફુચક્કર થઈ ગયા. આ મામલે એક મહિલા સહિત બે લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે આવેલ હિન્દુસ્તાન કોન્ટ્રાકટર ઍજન્સીના નામે ઓફિસ ધરાવતા આયશા ખાતુન દ્વારા રિલાયન્સ અને ઓઍનજીસી કંપનીમાં નોકરી અપાવાની જાહેરાત પેપરમાં આપી હતી, જેના આધારે સુરત સહિત આજુબાજુના જિલ્લાના અનેક નોકરી ઈચ્છુકોઍ તેમનો સંપર્ક કર્યો હતો. આયશા ખાતુને તમામ પાસે પહેલા ફોર્મ પેટે રૂપિયા ૫૦૦ લીધા હતા અને ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ૪૦ ટકા રકમ લીધી હતી.

આયશા ખાતુને તમામને ૪થી ઓગસ્ટના રોજ નોકરીનો ઓફર લેટર લેવા માટે બોલાવ્યા હતા. જેથી ડિંડોલી નંદનવન ટાઉનશીપમાં રહેતા સંદીપ હિંતમ ઉદાણી સહિત ૨૩ જેટલા લોકો ઓફિસે પહોચ્યા હતા. પરંતુ ઓફિસને તાળુ જોઈ તપાસ કરતા તેમની સાથે ચીટીંગ થયું હોવાનુ બહાર આવ્યું હતુ. ભોગ બનેલા પૈકી સંદીપના ૪૦,૫૦૦ જયારે બાકીના લોકોના ૭,૪૮,૫૦૦ મળી કુલ રૂપિયા ૭,૮૯,૦૦૦ની ચીટીંગ થઈ હતી.

આ પણ વાંચોચેતવણી! સુરતમાં ઓનલાઈન રાખડી વેચતી યુવતી સાથે 41 હજારની ઠગાઈ, જાણો- કેવી રીતે છેતરી

સંદીપ સહિતના ભોગ બનેલા યુવકોઍ તપાસ કરતા આયસા ખાતુનનું સાચુ નામ પ્રિયંકા સન્યાસી છે અને તે ઉધનામાં સીલીકોન શોપર્સમાં આવેલ પરફેક્ટ નોકરી ડોટકોમના માલીક શ્રમણ બંસલને ત્યાં નોકરી કરે છે, અને શ્રવણ બંસલે પેપરમાં નોકરીની જાહેરાત આપી મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં હિન્દુસ્તાન કોન્ટ્રાકટ ઍજન્સીના નામે ડમી ઓફિસ શરુ કરી પ્રિયંકા સન્યાસીને આયશા ખાતુનના નામે બેસાડી હતી સાથે ચાર છોકરીઓને નોકરી પર રાખી હતી.
આ બનાવ અંગે પોલીસે સંદીપ ઉદાણીની ફરિયાદ લઈ આશયા ખાતુન અને શ્રવણ બંસલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: August 8, 2020, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading