Home /News /south-gujarat /

સુરત : સાવધાન, વિદ્યાર્થીને OLX ઉપર રૂપિયા 95 હજારનો મોબાઈલ વેચવાનું ભારે પડ્યું

સુરત : સાવધાન, વિદ્યાર્થીને OLX ઉપર રૂપિયા 95 હજારનો મોબાઈલ વેચવાનું ભારે પડ્યું

પ્રતિકાત્મક તસવીર

બોગસ ટ્રાન્જેકશનનો સક્સેસફુલનો સ્ક્રીનશોટ વ્હોટસઅપ ઉપર મોકલી આપી પેમેન્ટ નહી આપી ઠગાઈ કરી હતી.

સુરત : સુરતમાં સતત ફ્રોડની ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. તેમાં બેન્ક ફ્રોડ, વેપારીઓ સાથે ફ્રોડ, લોનના નામે ફ્રોડ વગેરેની ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. આજે વધુ એક ફ્રોડ થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીએ ઓએલએક્સ પર મોબાઈલ વેચવા મુક્યો ત્યારબાદ તેની પાસે ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ છે.

ધોડદોડ રોડ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીને OLX ઉપર રૂપિયા ૯૫ હજારની કિંમતનો મોબાઈલ વેચવા મુકવાનું ભારે પડ્યું હતું. જાહેરાત જોઈને ચીટર અમીતકુમારે મોબાઈલ ખરીદવાને બહાને ભાગળ ચાર રસ્તા મોહન મીઠાઈની દુકાન પાસે બોલાવ્યા બાદ મોબાઈલ ખરીદી તેનું પેમેન્ટ બેન્ક ઍકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હોવાનો બોગસ ટ્રાન્જેકશનનો સક્સેસફુલનો સ્ક્રીનશોટ વ્હોટસઅપ ઉપર મોકલી આપી પેમેન્ટ નહી આપી ઠગાઈ કરી હતી.

ચાર મહિના પહેલા બનેલા અંગે વિદ્યાર્થીઍ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી, જાકે ચીટર અમીતકુમાર આ રીતના કેસમાં અગાઉ ઘણા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો છે. ઘોડદોડ રોડ કોટક હાઉસની સામે પુજા ઍપાર્ટમેન્ટમાં રહેતા અને અભ્યાસ કરતા દિગંત યગ્નેશ વ્યાસ (ઉ.વ.૨૦)ઍ ગત તા ૪થી જુન ૨૦૨૦ના રોજ OLX ઓનલાઈન સાઈટ પર દિગંત વ્યાસ નામથી પોતે બનાવેલ પોતાના ઍકાઉન્ટ ઉપર રૂપિયા 95 હજારની કિંમતનો ઍપલ કંપનીનો મોબાઈલ વેચવા માટે મુક્યો હતો.

આ પણ વાંચો - સુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

આ જાહેરાત જોઈને અમીતકુમાર ભરત હિરપરા (રહે, સૌરાષ્ટ્ ટાઉનશીપ સુદામા ચોક મોટા વરાછા)ઍ ફોન કરી મોબાઈલ ખરીદવાની વાત કરી ભાગળ ચાર રસ્તા મોહન મીઠાઈની દુકાન પાસે બોલાવ્યો હતો. અમીતકુમારે મોબાઈલ ખરીદી તેનુ પેમેન્ટ બેન્ક ઍકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેકશનથી ટ્રાન્સફર કર્યા હોવાનું કહી પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો બોગસ ટ્રાન્જેકશન સકસેકફુલનો સ્ક્રીનશોટ વ્હોટઅપ ઉપર મોકલી આપ્યો હતો.

જાકે દિંગત વ્યાસના બેન્ક ઍકાઉન્ટમાં કોઈ પૈસા જમા થયા ન હતા. જેથી દિંગત પૈસા માંગણી કરતા ખાતામાં રૂપીયા આવી જશે હોવાનું કહી વારંવાર ભરોસો અવાર નવાર ખોટા વાયદાઓ આપી પૈસા નહી ચુકવી ફોન બંધ કરી ઠગાઈ કરી હતી. બનાવ અંગે દિંગતની ફરિયાદને આધારે પોલીસે અમીતકુમાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમીતકુમારની આ રીતના ચીટીંગના કેસમાં અગાઉ ધરપકડ કરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Fraud, Mobile phone, OLX, Surat news, છાત્ર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन