સુરતમાં છેતરપિંડીનો લાલબત્તી સમાન કિસ્સો, ટેસ્ટ ડ્રાઈવના બહાને માલિકની નજર સામે Car લઈ ગઠીયા રફૂચક્કર થઈ ગયા


Updated: August 5, 2020, 5:43 PM IST
સુરતમાં છેતરપિંડીનો લાલબત્તી સમાન કિસ્સો, ટેસ્ટ ડ્રાઈવના બહાને માલિકની નજર સામે Car લઈ ગઠીયા રફૂચક્કર થઈ ગયા
ફાઈલ ફોટો

ભેજાબાજે સૌરવને ડ્રાઇવરની બાજુની સીટ પર બેસાડી વેસુ વીઆઇપી રોડથી સેકન્ડ વીઆઇપી રોડ તરફ કાર ચલાવી ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી, પરંતુ...

  • Share this:
સુરત : શહેરમાં એક યુવાને પોતાની ગાડી ઓનલાઇન વેચાણ માટે મૂકી હતી તેવામાં ગાડી ખરીદી કરવાના બહાને બે ઠગો આવ્યા અને કારની ટેસ્ટ ડ્રાઇવ લેવાના બ્હાને મળવા બોલાવ્યા બાદ કાર લઇ રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.

ઓનલાઇનના નામે દરરોજ અનેક પ્રકારની છેતરપિંડીની ઘટના બને છે, ત્યારે સુરતમાં પણ વધુ એક આવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારના ન્યુ વીઆઇપી રોડ સ્થિત આર્પા બિલ્ડીંગમાં રહેતા સૌરવ મનોજ મોરેએ ઓએલએક્સ વેબસાઇટ પર પોતાની ટાટા નેક્ષોન કાર નંબર જીજે-5 આરજી-1397 વેચવા માટે મુકી હતી.

આ કાર ખરીદવા માટે સુરતના બે ભેજાબાજે તૈયારી દર્શાવી હતી, જેને લઇને કાર માલિકે આ બંને ઈસમોને ગાડી જોવા માટે વેસુ ન્યુ વીઆઇપી રોડ પોતાને ત્યાં બોલાવ્યા હતા. જેને પગલે આ બંને ઠગ કાર જોવા માટે યુવાનના ઘરે પહોંચ્યા હતા અને ત્યાંથી ગાડીના ટેસ્ટ ડ્રાઇવ માટે બંને ભેજાબાજે સૌરવને ડ્રાઇવરની બાજુની સીટ પર બેસાડી વેસુ વીઆઇપી રોડથી સેકન્ડ વીઆઇપી રોડ તરફ કાર ચલાવી ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી.

આ પણ વાંચોસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

ટેસ્ટ ડ્રાઇવ પુરી થયા બાદ ગાડી વિશેની ચર્ચા કર્યા બાદ છુટા પડી રહ્યા હતા, ત્યારે આ બંને ઠગબાજો દ્વારા કાર માલિકને તેમને પીપલોદ વિસ્તારમાં છોડી દેવાની રજુવાત કરતા કાર માલિક ડાઇવર સીટ પરથી ઉતરીને ડાઇવીંગ કરવા જતો હતો, તે સમયે આ ઠગબાજ જેવો કાર માલિક ઉતર્યો તેવામાં જ ગાડી ફૂલ સ્પીડમાં હંકારીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
કાર માલિકને તુરંત લાગ્યું કે, તે છેતરાયો છે, કાર મલિક તાત્કાલિક ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી જઇને ફિરયાદ નોંધાવતા ખટોદરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: August 5, 2020, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading