સુરત : કાપડના વેપારી સાથે 10.73 લાખની ઠગાઈ, પુણેના લેભાગુ કસ્ટમરે સાડી ખરીદી ચુનો ચોપડ્યો

સુરત : કાપડના વેપારી સાથે 10.73 લાખની ઠગાઈ, પુણેના લેભાગુ કસ્ટમરે સાડી ખરીદી ચુનો ચોપડ્યો
કાપડના વેપારીઓની ઉઠતી જતી ફરિયાદોથી બજારની માઠી દશાનો મળી રહ્યો છે ચિતાર

એચ.ટી.સી, ન્યૂ ટેક્સટાિલ માર્કેટ બાજ હવે શાલીમાર કાપડ માર્કેટના વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ, જૂની ઊઘરાણીઓના રામ રમી જતા વેપારીઓ બેહાલ

  • Share this:
સુરત : સુરતમાં ટેક્સટાઇલ બજારના વેપારીઓને ચુનો ચોપડવાના બનાવમાં દિવસે બેગણી તો રાત્રે ચાર ગણી પ્રગતિ થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. રોજ રોજ જુદી જુદી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા માલ ખરીદી પૈસા ન આપનારા વેપારીઓના મામલે ઠગાઈની ફરિયાદો નોંઘાવામાં આવી રહી છે. જોકે, એક રીતે આ ચિત્ર કોરોના વાયરસ બાદ સર્જાયેલી મંદીની ચાડી ખાય છે. જોકે, આ કિસ્સાઓમાં આજે શાલીમાર ટેક્સટાઇલ માર્કેટના એક કાપડ વેપારીની ફરિયાદ સામે આવી છે. જેમાં પુણેના વેપારીએ સાડી ખરીદીને 10.73 લાખનો ચૂનો ચોપડી દીધો છે.

રીંગરોડની શાલીમાર ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રી સાંઈ સીલ્ક ફર્મના નામે ધંધો કરતા ઓલપાડના વેપારી પાસેથી મહારાષ્ટ્રના પુનેના વેપારીએ રૂપિયા 10.73 લાખનો સાડીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી વેપારીઍ ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ પણ વાંચો :  સુરત : HTC કાપડ માર્કેટના વેપારી સાથે 11.44 કરોડની છેતરપિંડી, લેભાગુ વેપારીઓ માલ લઈ ગાયબ

ઓલપાડના વસવાડીગામ ટેકરા ફળીયુ ખાતે રહેતા બીપીનભાઈ ભગવતીભાઈ પટેલ (ઉ.વ.58) રીંગરોડ શાલીમાર ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રી સાંઈ સીલ્કïના ફર્મના નામે સાડીની દુકાન ધરાવે છે. બીપીનભાઈ પાસેથી ગત 11મી જૂન 2018ના રોજ મહારાષ્ટ્રના પુનેના બોહરીઅલ સીટી થ્રેડ સેન્ટર ખાતે મોહિત ડીસ્ટીબ્યુસર્ટ ફર્મના પ્રોપાઈટર રાજ પ્રજાપતિઍ જુદા જુદા બીલોથી કુલ રૂપિયા 10,73,815નો અલગ અલગ ક્વૉલિટીની સાડીનો માલ ખરીદ્યો હતો.

નક્કી કરેલ મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા બીપીનભાઈઍ પેમેન્ટ માટે ઉઘરાણી માટે ફોન કરતા આ વેપારી માત્ર વાયદા કરિયા કરતો હતો જેને લઇને બિપિન ભાઈ ને ખ્યાલ આવી ગયો હતો કે વેપારી તેમની સાથે છેતરપિંડી કરી રહ્યો છે છતાંય બિપિન ભાઈ દ્વારા સતત આ વેપારી પાસે પેમેન્ટ ઉગ્રણી શરૂ રાખી હતી.

જેને લઇને મહારાષ્ટ્ર ના વેપારી એ સુરત ના વેપારી ને રરુપિયા નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી છેતરપિંડી કરી હતી. પોલીસે બીપીનભાઈ પટેલની ફરિયાદ લઈ રાજ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :   સુરત : 10.96 લાખનું એમ્બ્રોઇડરી જોબ કરાવી પૈસા ન આપ્યા, પુરોહિત બંધુ સહિત 4 સામે વરાછામાં ફરિયાદ

ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના વેપારીને 20.72 લાખનો ચૂનો

રીંગરોડ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં (New Textile market surat) વિશાલ ઈમ્પેક્ષ અને શક્તિ ફેશનના ફર્મના નામે ધંધો કરતા વેપારી પાસેથી કલકત્તાના વેપારીએ ઉધારમાં રૂપિયા 20.72 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી ફોન ઉપાડવાના બંધ કરી છેતરપિંડી (cheating with cloth merchant) કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાય છે. અત્યારસુધીમાં હીરામાં થતા ઉઠમણાનું ગ્રહમ હવે કાપડમાં (Textile merchant cheated) પણ લાગી ગયું છે. વેપારીઓ વાર તહેવારે પૈસા અટવાઈ જતા પરેશાન છે. ગત અઠવાડિયે એક વેપારી સાથે 10.5 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો ત્યારે હવે 20.72 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે લૉકડાઉન ખૂલ્યા બાદ વેપારીઓના હાલ બેહાલ છે
Published by:Jay Mishra
First published:October 06, 2020, 15:35 pm

ટૉપ ન્યૂઝ