સુરત : ચાર વર્ષની બાળકી સાથે અડપલાં બાદ દુષ્કર્મનો પ્રયાસ

News18 Gujarati
Updated: November 4, 2019, 1:34 PM IST
સુરત : ચાર વર્ષની બાળકી સાથે અડપલાં બાદ દુષ્કર્મનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

નરાધમે કરેલા કૃત્ય બાબતે બાળકીના પરિવારને જાણ થતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના ભટાર વિસ્તારમાં રહેતા એક નરાધમ યુવકે ચાર વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હતા, જે બાદમાં તેણે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકી નરાધમ યુવકની પકડમાંથી ભાગ ગઈ હતી. આ મામલે બાળકીના પરિવારને જાણ થતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સુરતના પછાત વિસ્તારોમાં નાની બાળકીઓ સાથે શારીરિક છેડછડ અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. આજ રોજ આવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલા ઘરકામ કરી પરિવારને મદદ કર છે. મહિલા ગતરોજ ઘરકામ માટે જતી હતી ત્યારે તેણે પોતાની ચાર વર્ષની દીકરીને ભાઇના ઘરે ભાભી પાસે મૂકી ગઇ હતી. દિવસ દરમિયાન મહિલાની ભાભી પોતાના કામમાં વ્યસ્ત હતી ત્યારે પડોશમાં રહેતો મનિષ બાલગોવિંદ મૌર્યાએ માસૂમને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની પાસે રમવા બોલાવી હતી.

આ પણ વાંચો : 50 ઇંડા ખાવાની શરત લગાવી, 42 ઇંડા ખાઈને ઢળી પડ્યો

ત્યાર બાદ છોકરી એકલી હોવાનો ગેરલાભ ઉઠાવીને તેને પોતાના રૂમમાં લઇ ગોય હતો. અહીં તેણી બાળકી સાથે અડપલાં કર્યા હતા. અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકી નરાધમની ચુંગાલમાંથી ભાગી ગઈ હતી. આજ સમયે બાળકીની માતા આવી જતાં બાળકીએ તેને સમગ્રી હકીકત વર્ણવી હતી.

આ પણ વાંચો : કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

જે બાદમાં બાળકોનો પરિવારે ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને નરાધમ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે બાળકી સાથે થયેલા કૃત્ય અંગે ફરિયાદ નોંધીને તેને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી હતી. બીજી તરફ પોલીસે આરોપીને પકડી પાડવા માટે પણ પ્રયાસો શરૂ કર્યા છે. આરોપી પોતાના ભાઈ અને પિતા સાથે રહે છે. આરોપી યુવકની ઉંમર 19 વર્ષ હોવાનું માલુમ પડ્યું છે.
First published: November 4, 2019, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading