4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમે કહ્યું, 'સાબ, ફાંસીવાલી ગલતી હો ગઈ'

News18 Gujarati
Updated: December 21, 2019, 8:59 AM IST
4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમે કહ્યું, 'સાબ, ફાંસીવાલી ગલતી હો ગઈ'
દુષ્કર્મ આચરનાર 24 વર્ષનો સચબિંન બંસીલાલ નિશાદ

જ્યારે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, 'સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.'

  • Share this:
સુરત : શહેરનાં સચિન જીઆઇડીસી વિસ્તારની પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષનો સચબિંન બંસીલાલ નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસનાં 332 પોલીસકર્મી-અધિકારીઓએ 84 કલાક સુધી મહેનત કરી ઘટના બની તેના 650 મીટરનાં દાયરામાં આવતા 50 જેટલા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરી શુક્રવારે વતનની ટ્રેન પકડે તે પહેલા જ દબોચી લીધો હતો. આ દુષ્કર્મી રહે. રૂમ નં-6, પ્લોટ નં-1014, રોડ નં-87, કિશોર ગોવિંદ રૈયાણીની ચાલ, પહેલો માળ, સચિન જીઆઇડીસીમાં રહેતો હતો. જ્યારે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, 'સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.'

બાળકી પિતા સાથે રામલીલા કાર્યક્રમમાં ગઇ હતી

સચીન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી મોડી રાતે તેના પિતા સાથે રામલીલા કાર્યક્રમમાં ગઇ હતી. જ્યાં પિતા સ્ટેજ પાસે આરતી લઇને ત્રણ-ચાર મિનિટમાં પરત આવ્યા તે દરમિયાન બાળકી ભેદી રીતે ગૂમ થઇ ગઇ હતી. પિતાને થયું કે ઘરે જતી રહી છે. ઘરે જઇને ન મળતા આસપાસ શોધખોળ કરવા છતા મળી નહોતી. જે બાદ સવારે સાડાચાર વાગ્યાની આસપાસ માસૂમ બાળાનો ઠંડીમાં ધ્રુજતી હાલતમાં રડવાનો અવાજ આવતા માતાએ બહાર જઇને જોયું તો દીકરી ગંભીર હાલતમાં હતી. તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોવાથી અઘટિત થયાની આશંકાથી નવી સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં તપાસ બાદ જાણ થઇ હતી કે તેની સાથે દુષ્કર્મ થયું છે.

આ પણ વાંચો : અમદાવાદનાં વિદ્યાર્થીનું વડોદરાના રિસોર્ટમાં મોત, ચાલુ રાઈડમાં માથું બહાર કાઢતા ઈજા પહોંચી હતી

આ કેસને સુલઝાવવામાં 12 ટીમો કામે લાગી હતી

આ કેસમાં એસઆઇટીની રચના કરવાની સાથે સચીન જીઆઇડીસી પોલીસ ઉપરાંત ડીસીબી, પીસીબી અને એસઓજી સહિતની 12 ટીમોને કામે લગાડવામાં આવી હતી. ઉપરાંત સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ જણાતા યુવાનનો સ્કેચ પણ બનાવવામાં આવ્યો હતો. આ સ્કેચને સોશીયલ મિડીયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો. સતત ચાર દિવસની મહેનતના અંતે પોલીસે માસુમ સાથે જધન્ય કૃત્ય આચરનાર દુષ્કર્મી ઝડપી પાડવામાં આવ્યો હતો.આ પણ વાંચો : અમદાવાદની મહિલા સિંઘમઃ પોતાનું પછી પહેલા ખાખીની ઈજ્જતનું વિચાર્યું

'સાબ ફાંસી વાલી ગલતી હો ગઇ હૈ'

આરોપી સચબિંન બંસીલાલ કારખાનામાં સ્ક્રેપ મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેનાં પરિવારમાં પાંચ ભાઇ અને ત્રણ બહેન છે. ઉપરાંત પોતે પરિણીત છે અને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર આદિલ છે. જે પત્ની સાથે વતનમાં રહે છે. પોલીસે સચબિંનને ઝબ્બે કરતાની સાથે જ હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં ગુનાની કબુલાત કરી લીધી હતી. તેને પોલીસને કહ્યું હતું કે, 'સાબ ફાંસી વાલી ગલતી હો ગઇ હૈ. માફ કર દો.'
First published: December 21, 2019, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading