સુરત: જિયોના ટ્રેકમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચતા ચાર લોકોની ધરપકડ

સુરત: જિયોના ટ્રેકમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચતા ચાર લોકોની ધરપકડ
ફાઇલ તસવીર.

સચીન પોલીસે આ કેસમાં દુકાનદાર, બોરી છાપનાર, પ્લાસ્ટિકની બોરી માટે સપ્લાય કરનાર અને ઘઉંનો ધંધો કરનાર વ્યક્તિ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

  • Share this:
સુરત: હાલ કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં રિલાયન્સ (Reliance Industries) સામે સોશિયલ મીડિયા (Social Media)માં અનેક અપ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ (Contract farming)થી લઈને અન્ય મુદ્દા અંગે કંપની પહેલા જ પોતાનું સ્થાન સ્પષ્ટ કરી ચૂકી છે. આ દરમિયાન સુરતની એક પેઢી દ્વારા જિયોના નામથી ઘઉંનો લોટ વેચવામાં આવી રહ્યો હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે સુરતની સચીન ખાતે આવેલી રાધા કિષ્ણા ટ્રેડિંગ કંપની સામે રિલાયન્સ જિયો કંપનીના અધિકારી દ્વારા સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સચીન પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે બારડોલીના બાબેન ગામમાં ગોપાલનગરમાં રહેતા 33 વર્ષીય સૌરભ પ્રકાશ માત્રા મૂળ રાજસ્થાન જયપુરના વતની છે. તેઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિ. એરીયા સિક્યુરિટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સચીન ખાતે આવેલી રાધા ક્રિષ્ણા ટ્રેડિંગ કંપની તથા અન્ય લોકો વિરુદ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ત્રીજી જાન્યુઆરીના રોજ તેમણે ઇન્ડિયા ટીવી નેટવર્ક પર હિન્દીમાં સમાચાર જોયા હતા કે ગુજરાતના સુરતના રાધા ક્રિષ્ણા ટ્રેડિંગ કંપની જિયો લખેલી બોરીમાં ઘઉંનો લોટ વેચે છે.આ પણ વાંચો: કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

આ મામલે સુરત પોલીસ કમિશનરને ઈ-મેઈલ મોકલીને તપાસ કરવા અરજી કરવામાં આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું છે કે રાધા ક્રિષ્ણા ટ્રેડિંગ કંપની તેમજ અન્ય લોકોએ જિયો ટ્રેડમાર્ક અને ડિઝાઈનનો ઉપયોગ કરી ઘઉં ભરવાની બોરી ઉપર ડિઝાઈન છાપી તેને બજારમાં વેચી છે.

સચીન પોલીસે આ કેસમાં દુકાનદાર, બોરી છાપનાર, પ્લાસ્ટિકની બોરી માટે સપ્લાય કરનાર અને ઘઉંનો ધંધો કરનાર વ્યક્તિ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહી બાદ આરોપીઓને જામીન મળી ગયા હતા. પોલીસે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈને તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:January 21, 2021, 15:26 pm

ટૉપ ન્યૂઝ