સટ્ટોડિયાઓ સાવધાન! સુરતમાં IPL 2020 મેચ ઉપર સટ્ટો રમાડતા બુકી સહિત ચાર લોકો ઝડપાયા

સટ્ટોડિયાઓ સાવધાન! સુરતમાં IPL 2020 મેચ ઉપર સટ્ટો રમાડતા બુકી સહિત ચાર લોકો ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

આ 20-20 મેચ પર મોટા પ્રમાણમાં સટ્ટો રમતો હોય છે. ત્યારે આવા સટોડિયા શોધી નાખવા માટે સુરત પોલીસે કવાયત હાથ ધરી છે.

  • Share this:
સુરતઃ હાલમાં કોરોના મહામારી (coronavirus) વચ્ચે ઇન્ડિયન પ્રીમીયર લીગ 2020 (Indian Premier League 2020) શરુઆત થઇ છે. ત્યારે આ 20-20 મેચ (T20 Match) પર મોટા પ્રમાણમાં સટ્ટો (cricket Satto) રમતો હોય છે. ત્યારે આવા સટોડિયા શોધી નાખવા માટે સુરત પોલીસે (surat police) કવાયત હાથ ધરી છે. ત્યારે આજે અડાજણ (Adajan) વિસ્તારમાંથી રાજસ્થાન રોયલ્સ - ચૈનાઇ સુપર કિંગ ચાલતી મેચપર મોબાઈલ ફોન (Mobile) દ્વારા હાર જીતનો જુગાર રમાડવામાં આવતા હોવાની હકીકતના આધારે પોલસીએ દરોડા પડી સટ્ટો રમાડતા બુકી સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. ત્યારે આ ગુનામાં એક વોન્ટેડ જાહર કરી વધુ તપાસ સાહરુ કરી છે.

કોરોના મહામારી વચ્ચે 20-20 ઇનિયન પ્રીમીયમ લીક ક્રિકેટની શરૂઆત થઇ છે. ત્યારે આ ક્રિકેટ મેચ પર લોકો મોટા પ્રમાણમાં સટ્ટો રમતા હોય છે. ત્યારે ત્યારે આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવ માટે સુરત પોલીસ દ્વારા આવા બુકીને શોધી કાઢવાની કવાયત સુરત પોલીસે હાથ ધરી છે.સુરત પીસીબી પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમાં આવેલ સ્ટાર બજારની બાજુમા, એક્વાકોરીડોર શોપીંગ સેન્ટર, ત્રીજો માળ, ઓયો ટાઉન હાઉસમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ -2020 કેટલાક ઈસમો મોબાઇ ફોન દ્વારા સટ્ટો રમાડી રહ્યા છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ જમીન NA કરવા માટે નાયબ મામલદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે પોલીસને માજીદ મન્સુદ બુલા, મોહમદઝુબેર અબ્દુલમજીદ ભગાડ, મોહમદ જુનેદ મોતીવાલા અને  અભિજીત બિષ્ણુભાઇ રોય નામના ઈઅમૉ આજની 20 ટી 20 મેચ જે  રાજસ્થાન રોયલ્સ - ચૈનાઇ સુપર કિંગ ટીમની ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર પોતાના અંગત લાભ સારૂ સટ્ટો રમાડતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ coronaમાં ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવવું પડ્યું

આ પણ વાંચોઃ-corona બન્યો વધુ ખતરનાક! ભારતમાં covid-19થી ફરીથી સંક્રમિત થવાના કેસ, પહેલા કરતા સ્થિતિ ગંભીર

જોકે પોલીસે આ ઈસમો પાસેથી સટ્ટો રમાડવાના સાધનમાં મોબાઈલ ફોન પાંચ નાગ સાથે ટીવી લેપટોપ અને ઇલેક્ટિક સાધનો મળી રૂપિયા 1.29 લાખનો મુદામાલ કબજે કરી આ ઈઅમૉ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ સમગ્ર નેટવર્ક સગરામપુરા વિસ્તારમાં રહેતા અઝહર ધાન્ડ દ્વારા ચાલવામાં આવતું હોવાનું પોલીસને ખબર પડતા પોલીસે પકડાયેલા ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. અને આ ગુનામાં મુખીય સૂત્ર ધાર  અઝહર ધાન્ડ પોલીસે વોન્ટેડ જાહર કરીને આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:September 23, 2020, 22:15 pm