સુરત: શહેરના (Surat) વેસુ વિસ્તારમાં આવેલા સરકારી આવાસમાં રહેતી ૧૫ વર્ષિય સગીરાને (minor girl teasing) ચાર યુવકોએ છેડતી કરી હતી. સગીરાએ પ્રતિકાર કર્યો હતો યુવકોએ ચપ્પુ બતાવી તેને ડરાવી ધમકાવી હતી અને ગુસ્સામાં આવીને યુવતીનું માથું દીવાલ સાથે અથડાયું હતું જોકે સગીરાના પરિવારે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ચારમાંથી એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતના વેસુ ખાતે આવેલી સરકારી આવાસમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારમાં સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ગત પાંચમી સાંજે તેમની ૧૫ વર્ષીય પુત્રી આવાસમાં રહેતા સંબંધીને મળવા ગઈ હતી. તે સંબંધીને મળી ઘરે પરત ફરી રહી હતી ત્યારે બેઠેલા શંકર વાનખેડે અને અન્ય ત્રણ યુવકોએ તેને રોકી હતી અને શરીર સાથે અડપલા કર્યા હતા.
ત્યારબાદ તેને સાથે આવેલા અન્ય ત્રણ યુવકોએ પણ સગીરાની છેડતી કરી હતી સગીરાએ પ્રતિકાર કર્યો હતો. જેને લઇને ગુસ્સે ભરાયેલા એક યુવકે ચપ્પુ બતાવીને આ સગીરાને ડરાવી-ધમકાવી કોશિશ કરી હતી. જોકે યુવતીએ વિરોધ કરતાની સાથે જ આવેશમાં આવ્યા હતા અને યુવતીનું માથું દીવાલ સાથે અફડાવ્યું હતું. જેને લઇને તેને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી. જોકે સમગ્ર ઘટનાની જાણ યુવતીના પરિવારને કરતાં સગીરાની આ વાતને લઈને સોસાયટીમાં વારંવાર આંટાફેરા મારતા શંકર વાનખેડે સહિત તેના સાગરિતોથી સોસાયટીના લોકો કંટાળેલા હતા.
જેને લઈને સગીરાના પરિવારે તાત્કાલિક ઉમરા પોલીસ મથકે દોડી જઇ આ ચાર યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી શંકર વાનખેડે અને તેની સાથે યુવાનોમાંથી શંકરની ધરપકડ કરી હતી જોકે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજના પણ પોલીસે કબજે કરી આ ઇસમોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર