શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ

શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાને તું ફોન પર કેમ વ્યસ્થિત વાત કરતી નથી. જો તું મારી સાથે સંબંધ નહી રાખેતો હું તને સમાજમાં બદનામ કરી દઈશ અને તારા પરિવારને શાંતીથી રહેવા નહી દઉ તેવી ધમકી આપી હતી.

  • Share this:
સુરતઃ અત્યારે સુરતમાં (surat) ગુનાખોરીની ઘટનાો દિવસે ને દિવસે વધતી જાય છે. લૂંટ, હત્યા, ચોરી અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બનવા પામી છે. સુરતના અમરોલી સાયણ રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા ઉપર અગાઉના મકાન માલિકે દુષ્કર્મ (raped) આચર્યું હતું. પરિણીતા તેની સાથે સંબંધ નહીં રાખે તો તેને બદનામ કરવાની પણ ધમકીઓ આપતો હતો. જેના કારણે કંટાળીને પોલીસ ફરિયાદ (police complaint) કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી સાયણ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતાનો પતિ ઍમ્બ્રોઈડરી ખાતામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. પરિણીતાના પરિવારમાં બે સંતાન છે.



પરિણીતા બે મહિના પહેલા અમરોલીમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા તેના સમાજના દીલીપ ડાયા વસ્તાપરા (રહે, ભુમિપુજા રો હાઉસ ગજાનંદ સોસાયટી પાસે કતારગામ)ના મકાનમાં ભાડુઆત તરીકે રહેતી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

જેથી બંને ઍકબીજાને ઓળખતા હતા જાકે બે મહિનાથી પરિણીતાઍ મકાન ખાલી કરીને સાયણ રોડ વિસ્તારમાં રહેવા માટે આવી ગઈ છે. જાકે દીલીપ વસ્તાપરા ગત તા ૫મી ઓક્ટોબરના રોજ પરિણીતાના ઘરે ગયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

આ પણ વાંચોઃ-જામનગર ફરી થયું શર્મશાર! ખરીદી કરવા આવેલી સગીરા સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાંખવાની આપી ધમકી

અને પરિણીતાને તું ફોન પર કેમ વ્યસ્થિત વાત કરતી નથી. જો તું મારી સાથે સંબંધ નહી રાખેતો હું તને સમાજમાં બદનામ કરી દઈશ અને તારા પરિવારને શાંતીથી રહેવા નહી દઉ તેવી ધમકી આપી પરિણીતાની મરજી વિરુધ્ધ બળાત્કાર કર્યો હતો.



વધુમાં પરિણીતાનો પતિ ઍક મહિનાથી ગુમ થયો છે અને તે અંગે પરિણીતાઍ મીસીંગની ફરિયાદ પણ નોધાવી છે. બનાવ અંગે પરિણીતાની ફરિયાદ લઈ પોલીસે દિલીપ વસ્તાપરા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:December 04, 2020, 18:54 pm

ટૉપ ન્યૂઝ