સુરતઃ નોટબંધી સમયે એક જ્વેલર્સે રૂ.110 કરોડનું સોનું વેચ્યું, પૂર્વ ઈન્કમટેક્સ અધિકારીનો મની લોન્ડરિંગનો આક્ષેપ


Updated: October 21, 2020, 2:47 PM IST
સુરતઃ નોટબંધી સમયે એક જ્વેલર્સે રૂ.110 કરોડનું સોનું વેચ્યું, પૂર્વ ઈન્કમટેક્સ અધિકારીનો મની લોન્ડરિંગનો આક્ષેપ
પ્રતિકાત્મક તસવીર

સુરતના જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ, PM મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ

  • Share this:
સુરતઃ પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી (former Income tax officer) અને ભાજપના અગ્રણી (BJP leader) પીવીએસ શર્મા દ્વારા સુરતના જ્વેલર્સ (Jewelers of Surat) પર મની લોન્ડરિંગ (Money laundering) કર્યાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત શહેરના (surat city) ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને (PM Narendra modi) ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી છે. નોટબંધી દરમિયાન સાનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ માજી ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવ્યા છે.

તેઓએ ટ્વિટર પર લખ્યું છે કે, નોટબંધી સમયમાં ઘોડદોડના એક જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વિકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વિકારવામાં આવી છે. તેમણે આ પ્રકારમાં થયેલા સેટલમેન્ટ અંગેની તપાસ ઈડી અને સીબીઆઈ પાસે કરાવવા પણ માંગ કરી છે.

આ પણ વાંચોઃ-છેતરપિંડીની નવી રીત! અમદાવાદઃ 'દુઃખી લોકોની મદદ કરવી જોઈએ', ગઠ રૂમાલના પડીકામાં રૂપિયાના બદલે પધરાવી ગયા કાગળો

ટ્વીટની તસવીર


પીવીએસ શર્માના જણાવ્યા પ્રમાણે, આવકવેરા કાયદા હેઠળ નોટબંધી સમયે જો ટેક્સ ચોરી કરી હોય તો 33 ટકા ટેક્સ અને 139 ટકા પેનલ્ટી સાથે રકમ ભરવી પડે. જોકે, આવકવેરા વિભાગના અધિકારીઓએ આ પ્રકારના મામલાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે અને એક મોટું કૌભાંડ કર્યું છે. જેનાથી સરકારની આવકને મોટું નુકસાન થયું છે.આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું તમારી ચરબી ઉતારું છું, તમને જોઈ લઉં છું', મહિલાએ PSIને આપી ધમકી, ફિલ્મી સીન જેવી છે ઘટના

આ પણ વાંચોઃ-ગોધરાઃ 16.61 લાખની રદ કરાયેલી જૂની નોટો ઝડપાઈ, જૂની નોટોની વિધિ કરવાનું નવું તરક્ટ? ડે. સરપંચના પુત્ર સહિત બેની ધરપકડ

નોટબંધી દરમિયાન જેટલા મોટા મામલાઓ સેટમેન્ટ કમિશનમાં ગયા છે તે તમામની તપાસથવી જોઈએ. ઘોડદોડ રોડના જ્વેલર્સે 84 લાખની એડિશનલ ઈન્કમ બતાવી 80 લાખ લાખ ટેક્સ ભરવા સેટલમેન્ટમાં કરેલી અરજી પણ શંકાસ્પદ રીતે સ્વિકારી લેવામાં આવી છે. મહત્વનું છે કે, પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વિટમાં જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા.33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વિકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વિકારવામાં આવી હોવાનું જણાવ્યું છે.
Published by: ankit patel
First published: October 21, 2020, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading