સુરતઃ સુરતના એક ગામમાં વિદેશી યુવતીએ ધમાલ મચાવી હોવાનો કેસ સામે આવ્યો છે. પોલીસ મહામુસીબતે યુવતીને કાબૂમાં કરીને પોલીસ મથક લઈ ગઈ હતી.
બનાવની વિગત જોઈએ તો સુરત નજીક આવેલા બુડિયા ગામે એક વિદેશી યુવતી ધમાલ મચાવતી હોવાની ફરિયાદ ગામ લોકોએ કરી હતી. યુવતી નશાની હાલતમાં હોઈ એવું લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગામના ચાર રસ્તા પર યુવતીએ ધમાલ માચાવી હતી, જેને જોવા માટે ગામના લોકો ટોળે વળ્યાં હતાં. ફરિયાદ બાદ સચિન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવતી નશાની હાલતમાં હોવાને કારણે પોલીસ સામે પણ તેણે તોફાન કરવાનું ચાલું જ રાખ્યું હતું. પોલીસે મહામુસીબતે તેને કાબૂમાં કરીને જીપમાં બેસાડી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ કાર સવાર વિદેશી યુવતીને અહીં ઉતારીને ભાગી ગયો હતો. ત્યાર બાદ યુવતીએ ગામમાં ધમાલ કરી હતી. ગામ લોકોએ યુવતીની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશાની હાલતમાં હોવાને કારણે તે લોકો સાથે મારપીટ કરવા લાગી હતી. યુવતીને ગામમાં કોણ લાવ્યું સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર