સુરતઃ બીજા સાથે ભાગી જનારી પત્નીની હત્યા કરવા તમંચો લઇ ફરતો પતિ ઝડપાયો

News18 Gujarati
Updated: February 4, 2019, 11:43 AM IST
સુરતઃ બીજા સાથે ભાગી જનારી પત્નીની હત્યા કરવા તમંચો લઇ ફરતો પતિ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

સુરતના વડોદગામમાં પત્નીની હત્યા કરવાના ઇરાદે દેશી તમંચો લઇ ફરતા યુપીવાસી યુવાનને પાંડેસરા પોલીસ ઝડપી પાડ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના વડોદગામમાં પત્નીની હત્યા કરવાના ઇરાદે દેશી તમંચો લઇ ફરતા યુપીવાસી યુવાનને પાંડેસરા પોલીસ ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પાંડેસરા પોલીસ મથકના પીએસઆઇ એન.જે પંચાલ સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલાભાઇ લક્ષ્મણભાઇ અને નરેન્દ્રભાઇ દશરતભાઇને મળેલી બાતમીના આધારે પોલીસે વડોદગામ મુનલાઇટ સિનેમા પાસેથી 32 વર્ષીય રાજેન્દ્ર પ્રસાદ રામનિરંજન વર્મા જેઓ હરીઓમનગર, વડોદગામમાં રહે છે તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી લોડેડ દેશી તંમચો મળી આવ્યો હતો. જેમાં 9 એમએમ કેએફ લખેલા જીવતા કારતૂસ હતો. રાજેન્દ્ર પ્રસાદે તમંચો યુપીથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. રાજેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે, તમંચો પત્ની સીમાની હત્ચા કરવાના ઇરાદે લાવ્યો હતો. સીમા છ માસ અગાઉ તેને છોડીને ઘર નજીક રહેતા બલ્લુ ઉર્ફે સત્યમ સાથે ભાગી ગઇ છે.

આ પણ વાંચોઃ-સુરતની યુવતી મોડલિંગ માટે મુંબઇ-ગોવામાં ભટકી, પોલીસે ફેસબુકની મદદથી શોધી

દસ વર્ષ પહેલા સીમા તેણીના પતિને છોડીને બે બાળકો સાથે તેની સાથે ભાગી આવી હતી. ત્યારબાદ તેઓ છેલ્લા દસ વર્ષથી પતિ-પત્ની તરીકે રહેતા હતા. દરમિયાન તેણીએ દગો આપતા હત્યા કરવા તમંચો લાવ્યો હતો.
First published: February 4, 2019, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading