સુરતમાં પ્રથમ વાર બે સાધ્વી મહારાજનું શતાવધાન યોજાયું

News18 Gujarati
Updated: November 10, 2019, 8:40 PM IST
સુરતમાં પ્રથમ વાર બે સાધ્વી મહારાજનું શતાવધાન યોજાયું
સુરતમાં પ્રથમ વાર બે સાધ્વી મહારાજનું શતાવધાન યોજાયું

10 વિષયો પર સવાલો તૈયારી કરી માત્ર શ્રવણ અને ધ્યાન શકિતથી સાધ્વી મહારાજે લોકોએ પુછેલા સવાલોના જવાબ આપ્યા

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : શતાવધાન આ નામને જૈન સંપ્રદાયમાં ખુબજ માન સાથે લેવામાં આવે છે. આ એક એવી સિધ્ધી છે જેમાં મન ,હ્યદય અને એકાગ્રતાની સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોઇ છે. આજે સુરતની ધરતી પર પ્રથમ વખત બે સાધ્વી મહારાજે શતાવધાનની પદવી હાસલ કરી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. નિર્માણ પામેલા 100 શબ્દો, એકાગ્રતાથી ગ્રહણ કરી અને ત્યાર બાદ સીધી , ઉંધી , આડકતરી અને આકસ્મિક પ્રશ્નો પુછાવા છતા તેનો સીધો જવાબ આપવાની સિદ્ધિ સુરતમાં બે સાધ્વી મહારાજે હાસલ કરી છે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને ગુરૂ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

એવું કહેવાય છે કે 132 વર્ષ પહેલા મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજયચંદ્રજીએ શતાવધાન કર્યા પછી મંબઇમાં પહેલું શતાવધાન થયું હતું અને ત્યાર બાદ આ શતાવધાનનો સિલસિલો ચાલી રહ્યો છે. સુરતમાં બે બાળ મુનીઓ દ્વારા શતાવધાન કરવામાં આવ્યું એ કિસ્સો સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે અને ત્યાર બાદ અનેક વખત શતાવધન થયા પરંતુ પહેલી વખત સાધ્વીઓ મહારાજ દ્વારા શતાવધાન સુરતમાં કરવામાં આવ્યું હતું. નાની ઉમરે પોતાના સંસારીક પરિવારનો સાથ છોડી આધ્યાત્મ પરિવારનો સાથ જોડી સંયમના માર્ગ પર નીકળેલી બે સાધ્વીઓ દેવાંશીતાશ્રીજી મહારાજ અને સાધ્વી વિરાંશીતાશ્રીજી મહારાજ એ શતાવધાનની સિધ્ધી પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો - દંડ ભરીશુ પણ ટ્રાફિક નિયમ નહી પાળીએ! સુરતીલાલાઓએ 7 દિવસમાં 1 કરોડ દંડ ભર્યો

સુરતમાં વેસુ વિસ્તારમાં આજે બંન્ને સાધ્વી મહારાજના શતાવધાનની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોના હાથમાં શતાવધાનના પ્રક્ષ્નો તૈયાર કરવા માટે 1 થી 100 પ્રશ્નો માટે 10 વિષય રાખવામાં આવ્યા હતા. જે પ્રશ્નો પણ મહારાજ સાહેબ દ્વારા લોકોમાંથી લેવામાં આવ્યા હતા. જેને બંન્ને સાધ્વી મહારાજ ધ્યાનમાં રહીને શ્રવણ કરી રહ્યા હતા. અલગ અલગ 10 વિષયો પર 100 શબ્દો તૈયાર કરવામાં આવ્યા હતા.

કયા કયા વિષયો લેવામાં આવ્યા હતા
1) જૈન -અજૈન તીર્થોના નામ2) તીર્થકર ભગવાનના નામ
3) આચાર્ય ભગવંતોના નામ
4) સુત્રોના નામ
5) ભારતના મહાન પુરૂષોના નામ
6) સાધ્વી ભગવંતોનાનામ
7) ઉપકરણનના નામ
08) પુષ્પોના નામ
09) સુરતના જિનાલયોના નામ
10) કોઇ પણ વસ્તુના દર્શન કરાવો

પ્રશ્નો તૈયાર કરવાની શરૂ થયેલી આ શતાવધાનની પ્રક્રિયા દોઢ કલાક સુધી ચાલી હતી. પ્રશ્નો તૈયાર થયા બાદ બંન્ને સાધ્વી મહારાજોને 5 મિનિટ સાધના માટે આપવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન પણ તેમને પ્રશ્નો જોવા માટે આપવામાં આવ્યા ન હતા. બસ સવાલોની પ્રક્રિયા ચાલી રહી હતી અને સાધ્વીઓ સાધનામાં લીન થઇ માત્ર શ્રવણ કરી રહ્યા હતા. ત્યાર બાદ ચાર અલગ અલગ પડાવમાં સાધ્વીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પહેલા પડાવમાં સાધ્વીઓએ સીધા ક્રમમાં તમામ વિષયો લખવામા્ં આવેલા શબ્દો બોલવાના હતા ત્યાર બાદ બીજી પરીક્ષામાં ઉંધા ક્રમાંકમાં 100 થી એક સુધીના શબ્દો બોલવાના હતા. ત્યાર બાદ ત્રીજા પડાવામાં સાધ્વીઓને કોઇ પણ જગ્યાએથી પુછવામાં આવેલા વિષયમાં લખવામાં આવેલા 10 નામો બોલવાના હતા. અંતિમ પડાવામાં ત્યા ઉપસ્થિત લોકો દ્વારા 1 થી 100 માં કોઇ પણ ક્રમમાં લખવામાં આવેલા પ્રશ્નો પુછવાના હતા. આ તમામ પ્રશ્નોના જવાબ સાધ્વી મહારાજે સાચા આપીને ગુરૂ મહારાજ પાસેથી શતાવધાનની પદવી મેળવી હતી. મહારાજ સાહેબે તેમને સર્ટી ફિકેટ આપીને આ પદવી આપી હતી.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर