સુરત: સમગ્ર દેશમાં પહેલી વાર એમીશન ટ્રેડિંગ સિસ્ટમ પાંડેસરાના ઉદ્યોગમાં લાગુ કરાયું

News18 Gujarati
Updated: September 16, 2019, 11:34 PM IST
સુરત: સમગ્ર દેશમાં પહેલી વાર એમીશન ટ્રેડિંગ સિસ્ટમ પાંડેસરાના ઉદ્યોગમાં લાગુ કરાયું
એમીશન ટ્રેડિંગ સિસ્ટમ પાંડેસરાના ઉદ્યોગમાં લાગું કરાયું

પાંડેસરાના મિલમાલિકો હવે વેપાર કરવાની સાથે પ્રદૂષણ ઓછુ કરીને કમાણી કરવા જઈ રહ્યાં છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મદદથી આજે પાંડેસરાના ડાઈંગ-પ્રોસેસિંગ યુનિટ ધારકોએ એમીશન ટ્રેડીંગ સ્કીમ (ઈટીસી) શરૂ કરી

  • Share this:
પાંડેસરાના મિલમાલિકો હવે વેપાર કરવાની સાથે પ્રદૂષણ ઓછુ કરીને કમાણી કરવા જઈ રહ્યાં છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મદદથી આજે પાંડેસરાના ડાઈંગ-પ્રોસેસિંગ યુનિટ ધારકોએ એમીશન ટ્રેડીંગ સ્કીમ (ઈટીસી) શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ મિલમાલિકો ચીમની પર ઈટીસીનું મશીન લગાવી પ્રદૂષણ ઓછું કરશે અને તેમાંથી મળતી એમીશન ક્રેડીટનું વેચાણ અન્ય પ્રદુષણ વધારે કરનાર મીલોને વેચી આર્થિક લાભ પણ મેળવી શકશે. સમગ્ર દેશમાં આ પ્રકારનું ટ્રેડિંગ પોલ્યુશનને ઘટાડવા માટે પહેલી વાર અપનાવવામાં આવી રહાયું છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન ખાતે એમિશનલ ટ્રેડિંગ સ્કીમના ઉદ્દઘાટન પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાએ કહ્યું કે, આ યોજના હેઠળ જીપીસીબી તરફથી 150થી વધુ એકમોની પસંદગી કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા મિલોની ચીમની પર એક ડિવાઈસ લગાડવામાં આવશે. આ ડિવાઈસ ચીમનીમાંથી નીકળતા ધમાડામાં કેટલી રજકણ છે અને તે હવામાં કેટલું પ્રદૂષણ ફેલાવી રહ્યું છે તેનું પળેપળનું મોનીટરિંગ કરીને ડેટા જીપીસીબીને મોકલશે. આ ડેટા ઓનલાઈન હશે. જેને યુનિટના સંચાલક, જીપીસીબીના અધિકારીઓ જોઈ શકશે. જે એકમો દ્વારા પ્રદૂષણ ઓછું કરાતું હશે તે એકમના સંચાલકને જીપીસીબીના નિયમો અનુસાર એમીશન ક્રેડીટ મળશે. આ ક્રેડીટ અન્ય યુનિટના સંચાલકો કે જેના એકમમાંથી વધુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેને વેચી શકાશે. બીજી તરફ જે મિલોમાંથી વધુ પ્રદૂષણ ફેલાતું હશે તેને ફરજિયાતપણે એમીશન ક્રેડીટ ખરીદવી પડશે, જેથી ઓછું પ્રદૂષણ ફેલાવનાર એકમધારકને આર્થિક લાભ મળશે. ક્રેડીટની કિંમત પાંચ રૂપિયા પ્રતિકિલો હાલ નક્કી કરવામાં આવી છે.

છેલ્લાં ત્રણ મહિનાથી આ સિસ્ટમનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું. પ્રયોગ સફળ જતા હાલમાં 160 જેટલાં એકમો પર ડિવાઈસ લગાવવાનું નક્કી કરાયું છે. આગામી દિવસોમાં શહેરના ડાઈંગ પ્રોસેસિંગ, કેમિકલ, સુગર સહિત તમામ એકમો પર આ ડિવાઈસ લાગવવાના પ્રયાસ કરાશે, જેથી પ્રદૂષણ પણ ઓછું થાય અને ઉદ્યોગકારો ક્રેડીટ વેચી કમાણી પણ કરી શકશે. આ પ્રોજેકટ સફળ થયા બાદ તબક્કાવાર અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે.
First published: September 16, 2019, 11:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading