સુરત: Lockdownમાં વ્યસનીઓની હાલત ખરાબ, નકલી વિમલ અને તાનસેનનો જથ્થો પોલીસે ઝડપ્યો

સુરત: Lockdownમાં વ્યસનીઓની હાલત ખરાબ, નકલી વિમલ અને તાનસેનનો જથ્થો પોલીસે ઝડપ્યો
પોલીસે નકલી ગુટખાનો જથ્થો ઝડપ્યો

વ્યસનના બંધાણી પોતાના વ્યસન માટે મો માંગ્યા રૂપિયા ચૂકવીને પણ વ્યસન કરતા જોવા મળી રહ્યા છે.

  • Share this:
કોરોનાવાયરસને લઈને સરકાર દ્વારા ૨૧ દિવસ લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે વ્યસનીઓની હાલત બગડી રહી છે. વ્યસન કરતા લોકો પોતાના વ્યસન માટે બમણી કિંમત ચૂકવીને પણ વ્યસન કરે છે, ત્યારે અત્યારે વધુ કિંમત મળતી હોવાને લઈને નકલી વસ્તુ વેચનારને તગડો નફો મળે છે, તેવામાં કમાણી કરવા માટે વિમલ અને તાનસેન નામની નકલી ગુટખા લઈને જતા એક ટેમ્પોને સુરતની સલાબતપુરા પોલીસે ઝડપી પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી છે.

કોરોના વાઇરસને લઈને 21 દિવસ લોકડાઉન આપવામાં આવ્યુ છે, ત્યારે સરકાર દ્વારા આ વાઇરસનો વધુ ફેલાવો ન થાય તે માટે લોકડાઉનનું કડક પણે અમલ થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. જોકે આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે આ લોકડાઉનમાં વ્યસની લોકોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. વ્યસનના બંધાણી પોતાના વ્યસન માટે મો માંગ્યા રૂપિયા ચૂકવીને પણ વ્યસન કરતા જોવા મળી રહ્યા છે.આ સમયે વ્યસન કરનાર બમણી કિંમત ચૂકવતા હોવાને લઈને આ તકનો લાભ ગુટખા વેચવાવાળા ઉઠાવી રહ્યા છે અને તગડી કમાણી કરી રહ્યા છે, ત્યારે વધુ નફો થતા લોકો નકલી સામાન વેંચીને પોતાની કમાણી કરી રહ્યા છે, ત્યારે આવી તગડી કમાણી કરવા માટે એક ટેમ્પામાં વિમલ અને તાનસેનનો મોટો જથ્થો સલાબત પુરા પોલીસ વિસ્તારમાંથી જઈ રહ્યો હતો.

ત્યારે અનવરનગર વિસ્તારમાંથી પસાર થતા પોલોસે આ ટેમ્પો અટકાવી તપાસ કરતા આ ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં ગુટખાનો જથ્થો મળી આવતા પોલીસે આ ટેમ્પો કબજે કરી આ ટેમ્પોમાં માલ લઈને જતા બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાનો આ ગુટખાનો જથ્થો ઈસમો સરોલી વિસ્તારમાં એક ગોડાઉમમાંથી લઈને આવ્યા હતા. જોકે આ ગુટખા નકલી હોવાનું માલુમ પડતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી.
Published by:News18 Gujarati
First published:April 12, 2020, 21:46 pm

ટૉપ ન્યૂઝ