સુરત : કોરોના વાયરસના (coronavirus) કારણે દેશભરમાં માર્ચ મહિનામાં રાષ્ટ્રીય લૉકડાઉન (Lockdown) દાખલ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં રોડ-રેલ અને હવાઈ મુસાફરીઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હવે જુન મહિનાથી દેશને અનલૉક (Unlock) કરવામાં આવી રહ્યો છે. એક બાદ એક તમામ સેવાઓ શરૂ થઈ રહી છે. જનજીવનને સામાન્ય કરવાના હેતુથી હવે રાજ્યમાં અમદાવાદ એરપોર્ટને ધમધતું કર્યા બાદ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (Airport Authority of India) દ્વારા અનલૉકના નવા ચરણમાં રવિવારે 6 સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટને (Surat airport begins) શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આજથી સુરત એરપોર્ટ લૉકડાઉન બાદ ફરી શરૂ થશે. એરપોર્ટ પર 30 ફ્લાઇટ્સનું આવનજાવન થશે. મુસાફરોએ ફરજીયાત પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે અને તેના આધારે જ પ્રવાસ કરી શકાશે. એરપોર્ટ પર પ્લેનના સમયના 2 કલાક પહેલાં પહોંચવાનું રહેશે.
આ પણ વાંચો : સુરત : હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો, ઘટનાનો Video થયો Viral
દરમિયાન ચોમાસાના કારણે અને રનવે બંધ પડી રહેલો હોવાના કારણે એરપોર્ટ પર લેન્ડીંગ સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (Airport Authority of India) સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના (Surat International Airport) રનવેનું ફ્રિક્શન ટેસ્ટિંગ એટલે કે, રનવે પર 200 કિમીની ઝડપે મર્સિડિઝ કારને દોડાવી રનવેનું ચેકિંગ કર્યું હતું. આ ટેસ્ટીંગને ફિક્શન ટેસ્ટીંગ કહેવામાં આવે છે.
ફિક્શન ટેસ્ટીંગ એટલે શું?
ફિક્શન ટેસ્ટિંગ એટલે કે તેમાં એએઆઇની પીળા રંગની મર્સિર્ડિઝ કાર હોય છે. જેને સ્પેશ્યિલ ડ્રાઇવર 200 કિલોમીટર ઝડપ સુધી રનવે પર દોડાવતા હોય છે. જેેથી તેમાં રહેલ મશીન રનવેને અડતી હોય છે અને તે ચોંટેલા રબરનું પ્રમાણ જણાવતી હોય છે. તે પછી તે વધારે હોય તો તેને કાઢવા માટેની કાર્યવાહી થતી હોય છે.
આ પણ વાંચો : સુરત : SMCના કર્મચારીઓએ ઓફિસમાં દારૂ પાર્ટી કરી, Video વાયરલ થતા 'ઘરભેગા' કરાયા
ગયા વર્ષે માર્ચ મહિનામાં સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટની ભોપાલની ફ્લાઇટ સ્લીપ થઈ ગઈ હતી. જોકે, આ ટેસ્ટમાં રનવે પર ફ્લાઇટના ટાયરનું રબર ચોટેલું પ્રમાણ વધુ જોવા મળ્યું હોય અને અગામી દિવસમાં તે રનવે પરથી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાનારી હોવાની વાત સૂત્રોએ કહી હતી.