ગુજરાતનો સંભવીત પહેલો કિસ્સોઃ સુરતમાં GST અંગે ફ્લેટ હોલ્ડરની બિલ્ડર સામે FIR

News18 Gujarati
Updated: September 4, 2019, 7:14 PM IST
ગુજરાતનો સંભવીત પહેલો કિસ્સોઃ સુરતમાં GST અંગે ફ્લેટ હોલ્ડરની બિલ્ડર સામે FIR
GSTની પ્રતિકાત્મક તસવીર

ફ્લેટ હોલ્ડર પાસેથી બિલ્ડર જીએસટીના રૂપિયા લઇ ને રસીદ નહી આપતા બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો માનવામાં આવે છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્લેટ ખરીદનારે બિલ્ડર દ્વારા જીએસટી નહીં ભરવા મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે 3 બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુરતના ડભોલી જહાંગીરપુરા બ્રીજ પાસે આવેલા શુકન શ્રી એપાર્ટમેન્ટ બનાવનારા બિલ્ડરો સામે જીએસટી અંગે પોલીસ ફરિયાદ થઇ છે. બિલ્ડરો દ્વારા જીએસટી ન ભરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ખરીદનારા દ્વારા પોલીસમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ચોકબજાર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ બિલ્ડરો વિરૂધ્ધ નોંધેલી આ ફરિયાદ શક્યતઃ ગુજરાતનો પ્રથમ જીએસટી વિરૂધ્ધની ફરિયાદ હોવાનું કહેવાઈ રહ્યું છે. શુકન શ્રી એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદનાર નાનજીભાઈ રામજીભાઈ સવાણીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ફરિયાદ મુજબ શ્રી કોર્પોરેશનના ભાગીદારી પેઢીના ભાગીદારોએ શુકન શ્રી વિભાગ-1માં ફ્લેટ નંબ સી 301ની કિંમત 18 લાખ 75 હજારમાં વેચ્યો હતો. આ ફ્લેટ બુક કરાવ્યા બાદ ફરિયાદીને ચીઠ્ઠી આપી હતી. જોકે, બિલ્ડરોએ આજદીન સુધી જીએસટી ભર્યો અંગેની રસીદો આપી નહીં. જેથી નાનજીભાઈએ બાબતે કર વેરા વિભાગ સલાહ લીધી હતી.

આ પણ વાંચોઃ-સુરત : 2020 બોલપેનોથી બનાવવામાં આવી શ્રીજીની 5 ફૂટ ઊંચી મૂર્તિ

પૂછપરછ કરતાં પાનકાર્ડ ઉપરથી જીએસટી નંબર ઓનલાઈન ચકાસ્યો હતો. જેમાં શ્રી કોર્પોરેશનના જીએસટી નંબર નંબર-24ACOFS2849F1Z રેન્જ-V જે ઘટક-૬૫ સુરત અને રજીસ્ટ્રેશન તારીખ-1|7|2017 અને પાર્ટનરશીપ ફોર્મ સાથે જોતા જેઓએ કોઈ રીટર્ન આજદિન સુધીમાં ફાઈલ કરેલો નથી. શ્રી કોર્પોરેશનના ભાગીદારોએ ફ્લેટ હોલ્ડરો પાસેથી ફ્લેટ દીઠ રૂપિયા 93750/- જીએસટીના નાણા પેટે ભરવાનું જણાવી વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત છેતરપિંડી કરેલી હોવાનો ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી બિલ્ડરોના નામ
રોહિત ભીમજી બલરદિનેશ મનજી માણીયા
ખોડાભાઈ એન મોરડીયા
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading