મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ હજીરા ગામમાં સિંગોતર માતાના મંદિર પાસે ઝુંપડામાં રહેતા એક શ્રમજીવી પરિવારની 5 વષિય બાળકી ગઈકાલે સવારે 10.30 વાગ્યે કુદરતી હાજત માટે ઘરની પાછળ ખુલ્લા પડાવમાં ગઇ હતી. બાળકીએ માતાને સાથે આવવા કહ્યું હતું જોકે માતા ન્હાવા ગઇ હોવાથી તેણીએ બાળકોને એકલી જવા કહ્યું હતું. બાળકી એકલી કુદરતી હાજતે ગયા બાદ ઘણો સમય વિતી ગયો હોવા છતાં બાળકી પરત નહીં આવતા તેના માતા-પિતાએ શોધ-ખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન બાળકી બપોરે 2 વાગ્યે માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. મૃત હાલતમાં બાળકીને માતા-પિતા ઘરે લઇ આવ્યા હતા. શ્રમજીવી પરિવારે બનાવની જાણ પોલીસને કરતા હજીરા પોલીસ ઉપરાંત ડીસીપી વિધી ચૌધરી, ક્રાઇમ બ્રાંચના એસીપી આર. આર.સરવૈયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે આરોપીનું પગેરૂ દબાવવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. જેમાં ડોગે સ્મેલ લીધા બાદ ઘટના સ્થળની નજીકના વિસ્તારમાં જ ફર્યા કર્યો હતો. જેથી બાળકી પર બળાત્કાર અને હત્યા કરનાર નજીકમાં જ રહેતો હોવાનું માનીને પોલીસે તપાસ શરુ કરી હતી.
પોલીસે મોડી રાત્રે સુજીતકુમાર નામના યુવાનની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને પોલીસ મથકે લઈ જઈને આકરી પૂછપરછ કરતા તેણે બાળકીને ઉંચકી જઈને બળાત્કાર અને શ્રષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી હતી.
પહેલાં બાળકીનું ગળું દબાવી દીધું હતું અને તે જીવતી નહિ રહી જાય તે માટે માથામાં પત્થર મારી પતાવી દીધી હતી.જોકે પોલીસે આરોપી ધરપકડ કરી કોરોના રિપોર્ટ સાથે મેડિકલ તપાસ પણ કરાવી લીધી છે જોકે આ ઘટના પગલે સમગ્ર વિસ્તાર રોષ સાથે આરોપી આકરી સજા થાય તેવી માંગ પણ હાલ ઉતજવા પામી છે ત્યારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે