સુરત: શહેરના (Surat) છેવાડે આવેલા પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા (five year girl murder) કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ શરૂ કરી છે. પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવા સાથે તેનું અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયા હોવાની આશંકાની વિગતો સામે આવી છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ આ ખબર પડી શકે છે કે બાળકી સાથે દુષ્કર્મ થયુ હતુ કે નહીં. પોલીસે એક અપરાધીની ધરપકડ પણ કરી લીધી હોવાની જાણકારી મળી રહી છે.
સુરતની સૂરત બગાડતી વધુ એક ઘટના સામે આવતાં સુરતમાં ચકચાર સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમો દ્વારા મોડી રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવાની આશંકા સેવવામાં આવી રહી છે.
દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. જોકે, આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભયાનગર નાયક પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે આ બાળકી નજીકમાં શ્રમજીવી પરિવારમાં રહેતી હોવાની વિગતો સામે આવી હતી અને પરિવાર સાથે સુતેલી હોવા દરમિયાન જ તેનું બે ઈસમો દ્વારા પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ ભભૂકી ઉઠયો હતો છેલ્લા બે મહિનામાં ચોથી ઘટના નાની બાળા સાથે દુષ્કર્મ થવાના કિસ્સાઓ સામે આવતા લોકોમાં રોષ સાથે ચકચાર મચી જવા પામી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર