Home /News /south-gujarat /

સુરત: આ કારણથી પાંચ દિવસ સુધી ATMમાંથી નહીં નીકળે પૈસા

સુરત: આ કારણથી પાંચ દિવસ સુધી ATMમાંથી નહીં નીકળે પૈસા

સોફ્ટવેર અપગ્રેડેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે...

સોફ્ટવેર અપગ્રેડેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે...

    સુરતવાસીઓને આજથી પાંચ દિવસ સુધી એટીએમમાંથી પૈસા નહીં મળી શકે. શહેરના લગભગ મોટાભાગના એટીએમ પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે.

    મળતી માહિતી મુજબ, સુરતમાં આજથી સોફ્ટવેર અપગ્રેડેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેથી સુરત શહેરના મોટાભાગના એટીએમ આજથી પાંચ દિવસ માટે બંધ રહેશે એટલે કે, આજથી 15 ફેબ્રુઆરી સુધી કોઈને પૈસાની જરૂર હોય તો, બેંકમાં જઈને કેસ ઉપાડવી પડશે. લગભગ શહેરના 2250 એટીએમનું બે ભાગમાં અપગ્રેડેશન કરવામાં આવશે.

    સુરતમાં પાંચ દિવસ એટીએમ બંધ થતાં, ઘણી બધી બેંકોમાં પૈસા ની  લેવડ દેવડ માટે રોજ બરોજ કરતા વધુ ઘસારો જોવા મળશે. જોકે, શહેરના તમામ એટીએમ બંધ નથી કરવામાં આવ્યા, જેથી ઈમરજન્સીમાં કોઈને પૈસાની જરૂર પડે તો અન્ય એટીએમનો લાભ લઈ શકશે.

    હવે માણસને ટેક્નોલોજીની એવી આદત લાગી ગઈ છે કે, જો તે ન મળે તો જીવ આકુળ વ્યાકુળ થઈ જાય છે. પહેલાના સમયમાં જ્યારે એટીએમની સુવિધા ન હતી ત્યારે બેંકમાં જઈ પૈસા ઉપાડવા કે ભરવા જવું પડતું હતું, ત્યારબાદ એટીએમ આવ્યા જેથી બેંકમાં કામનું ભારણ થોડું ઓછું થયું. હવે ઈન્ટરનેટ બેંકિંગ આવી ગયું છે. લોકોને હવે એટીએમ સુધી પણ ન જવું હોય તો, ઓનલાઈન બેંકિંગની મદદથી ગણતરીની સેકંડમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bank, Closed, Internet banking, એટીએમ, ટેકનોલોજી, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन