સુરત : સુરતમાં (Surat) આવેલી તાપી નાદીમાં (Tapi River) આજે માછીમારી (Fishing) કરવા ગયેલા યુવાનોની બોટ (Boat) પાણીમાં પલટી (Boat sink) મારી ગઈ હતી. જોકે બોટમાં સવાર પાંચમાંથી 3 યુવાન કિનારા પર નીકળી આવ્યા હતા. પરંતુ બે યુવાનો લાપતા થતા આખરે ફાયર વિભાગ બહાર કાઢતા આ યુવાનો મોત થયું હતું. જોકે પોલીસે આ ઘટનામાં એક વીડિયો સામે આવ્યો છે. નાવડીમાં ગયેલા રાહુલના મિત્રએ દુર્ઘટના પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે. આમ આ વીડિયોને મોતની થોડી મિનિટો પહેલાંનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો (Video) મોતની આખરી ક્ષણનો વીડિયો કહી શકાય.
આ દુર્ઘટનાની વિગતો એવી છે કે સુરતના અમરોલી પોલીસની હદમાં આવેલા મોટા વરાછાના ઉતરાણ ખાતે આવેલા હળપતિ વાસમાં રહેતા પાંચ જેટલા યુવાનો પોતાના નિત્યક્રમ મુજબ તાપી નદીમાં માછીમારી અને એમાં પણ ખાસ ઝીગા પકડવા માટે ગયા હતા.
જોકે આ યુવાનો જે બોટમાં સવાર હતા તે બોટ અચાનક તાપી નદીમાં પલટી જતા બોટમાં સવાર તમામ પાંચ યુવાની તાપી નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે પાંચ માંથી હિતેશ રાઠોડ અલ્તાફ શેખ અને સોનુ સ્વેત નદીમાંથી નીકળી કિનારે આવી ગયા હતા. આ બોટમાં સવાર રાહુલ મરાઠી અને અજય રાથડ પાણીમાં ડૂબી ગયા હતા.
આ પણ વાંચો : સુરત : માથાભારે અલ્તાફ અને વિપૂલ આણી મંડળીનો આતંક, વેપારી પાસે 15 લાખની ખંડણી માંગવાનો આરોપ
જોકે ઘટનાઈ જાણકારી મળતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તાતકાલિક અબનાવ અંગે ફાયર વિભાગે જાણકારી આપી હતી. જોકે ગણતરીની મિનિટમાં ફાયર વિભાગ બનાવ વાળી જગ્યા પર પહોંચ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ : માધાપર ઓવરબ્રિજ પાસે કાર-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું કરૂણ મોત
ફાયરના જવાનોએ આ બંનેવ લાપતા યુવાનો શોધવાની કાર્યવાહી શરૂ હતી. અને બંનેવ યુવાન મળી આવતા તેમને નદીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે આ બંનેવ યુવાને સારવાર મળે તે પહેલા તેનું મોત થઇ ગયું હતું. ફાયર વિભાગ સાથે પોહચેલી પોલીસે આ બંનેવ યુવાન મૃતદેહનો કબજો લઇને આ બંનેવ યુવાને પીએમ માટે ખસેડી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે યુવાન ના મોતના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.