Home /News /south-gujarat /

સુરતમાં લેન્ડ થઇ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ, પાયલટ છે 'સુરતી ગર્લ'

સુરતમાં લેન્ડ થઇ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ, પાયલટ છે 'સુરતી ગર્લ'

    કિર્તેશ પટેલ, સુરત

    હિરા અને કાપડ નગરી તરીકે દેશ સહિત દુનિયામાં ફેમશ સુરત નગરીનું સપનું સાકાર થઇ ગયું છે. સુરતની ધરતી પર પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થવાની સાથે વિશ્વ સાથે ફ્લાઇટ ક્નેક્ટિવિટીમાં સુરત જોડાઇ ગયું છે. જો કે તેનાથી પણ ખુશીની વાત એ છે કે આ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટને સુરતની જ મહિલા ઉડાવી રહી છે, જી હા, શારજહાં-સુરત ફ્લાઇટને સુરતની પાયલટ જેસમીન મિસ્ત્રી ઉડાવી રહી છે.

    સુરતની લાંબા સમયની ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્નેક્ટિવિટીની માગ સ્વીકારવામાં આવી છે, જેની શરૂઆત 16 ફેબ્રુઆરીથી થશે, જેમાં શારજહાં-સુરતની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત આવી હતી. જો કે આ ઇતિહાસની સાથે અન્ય એક ઇતિહાસ સર્જાશે, કારણ કે સુરત આવતી પ્રથમ ફ્લાઇટને સુરતની જ એક મહિલા ઉડાવી હતી. આ વાતથી સુરતીઓની ખુશીમાં બે ગણો વધારો થયો છે. 16મીએ રાત્રે 11.45 કલાકે સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઇ હતી.



    કોણ છે જસ્મીન મિસ્ત્રી

    સુરતથી શાહજહાની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરતમાં જ રહેતી જસ્મીન મિસ્ત્રી ઉડાવી રહી છે. જસ્મીને 1993-94માં પાયલોટની ટ્રેનિંગ માટે અમદાવાદ-સુરતનો રૂટ પસંદ કર્યો હતો. જસ્મીન ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાવવાનો બહોળો અનુભવ ધરાવે છે, જસ્મીન હાલ દુબઇ, અબુધાબી, મસ્કતમાં ફ્લાઇટ ઓપરેટ કરી રહી છે. ચર્ચા એવી પણ છે કે આ પહેલા બીજા કેપ્ટનનું નામ નક્કી થઈ ગયું હતું પણ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાવવા માટે જેસમીને એરલાઇન્સને વિનંતી કરી હતી. જેસમીન હોમટાઉન સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ કરાવીને ઇતિહાસ સર્જશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: First International Flight, Flight land in Surat, Jasmine Mistri, Pilot is surat, Surat airport

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन