કિર્તેશ પટેલ, સુરતઃ દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો (traffic rules)લાગુ થયા બાદ મસમોટા દંડના ભયના માહોલ વચ્ચે લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે, અત્યારે થોડા સમય માટે દંડમાં રાહત આંશિક રાહત થઈ છે. આ દરમિયાન હવે હેલ્મેટની ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે હેલ્મેટ (Helmet) ચોરી (theft) થવાની ઘટનામાં પહેલો પોલીસ કેસ સુરત પોલીસમાં (surat police) નોંધાયો છે.
સુરતમાં ચોરીની ગણી ઘટના જોઈ હશે. ચોરીની ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા હશે. પરંતુ હવે હેલ્મેટ ચોરીની ઘટના પણ બનવા લાગી છે. હેલ્મેટ ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ મસમોટા દંડને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હેલ્મેટનો કાયદો આવતાની સાથે હેલ્મેટ ચોરી પણ સુરતમાં પહેલી થઈ અને તેમાં ગુનો પણ નોંધાયો.
સુરતના ઉધના વિસ્તારમાં ઉન ગામમાં રહેતા યુવક કોટક મહિન્દ્રા બેંકમાં રૂપિયા જમા કરાવવા આવ્યો ગયો હતો. તે દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલી તેની મોપેડ એક્ટિવા પરથી બે અજાણ્યા ઈસમ હેલમેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગઈ છે.
બાદમાં હેલ્મેટની આજુબાજુ શોધ કરી પણ ન મળતા આખરે યુવક દ્વારા બેંકમાં લાગેલા સીસીટીવી ચેક કરતા આખી હકીકત બહાર હતી. જેમાં બે ઈસમો હેલ્મેટ ચોરતા જોવા મળ્યા હતા. બાદમાં યુવક દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર