સુરત : લૉકડાઉનમાં છૂટછાટ મળતા ત્રણ મહિના બાદ જૈન સમાજમાં પ્રથમ દીક્ષા યોજાઈ


Updated: June 11, 2020, 4:11 PM IST
સુરત : લૉકડાઉનમાં છૂટછાટ મળતા ત્રણ મહિના બાદ જૈન સમાજમાં પ્રથમ દીક્ષા યોજાઈ
લૉકડાઉન બાદ સુરતમાં પ્રથમ દીક્ષા સમારંભ યોજાયો.

પરિવારજનો અને શ્રાવકો મળીને કુલ 50 લોકોની હાજરીમાં દીક્ષા ગ્રહણ સમારંભ ઉત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો.

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઈને ચાલી રહેલા લૉકડાઉન (Lockdown)માં રાહત મળી છે. લૉકડાઉનને હવે માત્ર કન્ટેનમેન્ટ ઝોન (Containment Zone) પૂરતું સીમિત કરવામાં આવ્યું છે. લૉકડાઉનમાં છૂટછાટ મળતા જ સુરતમાં જૈન સમાજમાં દીક્ષાનો પ્રસંગ યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વરઘોડો, વર્ષીદાન અને વિદાય સમારોહ વિના જ મુમુક્ષુ એન્જિનિયર ધિરેન શાહને રજોહરણ અર્પણ કરાયું હતું. પરિવારજનો અને શ્રાવકો મળી માત્ર 50 વ્યક્તિની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.

કોરોના વાયરસને લઈને આપવામાં આવેલા લૉકડાઉનની અસર આમ તો તમામ લોકો પર થઇ છે. સુરત જૈન સમાજ પર પણ તેની ખાસી અસર પડી છે. જૈન સમાજમાં આ વર્ષે સૌથી વધુ દીક્ષા સુરતમાં આપવામાં આવી હતી. આ કારણે સુરત દીક્ષા નગરી તરીકે પણ જાણીતી થયું છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી લૉકડાઉનને પગલે દીક્ષા સમારંભ થઈ શક્યા ન હતા.

આ પણ વાંચો : મોરબીમાં ભાજપના બે જૂથ વચ્ચે હૉસ્પિટલમાં જ મારામારી, દર્દીઓ બહાર દોડી આવ્યા

લૉકડાઉનમાં છૂટછાટ મળતા જ આજે પહેલી દીક્ષા સુરતમાં આપવામાં આવી છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા ધિરેન વસ્તુપાળભાઈ શાહે દીક્ષા ગ્રહણ કરી હતી. રજોહરણ સાથે જ ધિરેને નૂતન મુની સમિતચંદ્રવિજય નામ ધારણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. ધિરેન શાહ સિવિલ એન્જિનિયર છે.

આ યુવાનની બે વખથ દીક્ષા રદ કરવામાં આવી હતી. લૉકડાઉન વચ્ચે અખાત્રીજે તેમનું ડોમ્લિવલી ખાતે દીક્ષાનું મુહૂર્ત હતું. જોકે, લૉકડાઉનના કારણે બે વખત મુહૂર્ત રદ થતા આખરે સુરતમાં ગુરૂરામ પાવનભૂમિ ખાતે દીક્ષા અંગિકાર કરી હતી. દીક્ષામાં વરઘોડો, વર્ષીદાન અને વિદાય સમારોહ વિના થાળીઓનાં નાદ સાથે દીક્ષાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. દીક્ષા સમારોહમાં માત્ર 50 વ્યક્તિની જ હાજરી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પરિવારજનો અને શ્રાવકો મળી માત્ર 50 વ્યક્તિની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી સુરતના આ યુવાને આજથી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. 

આ પણ વાંચો : સુરતમાં નામચીન બુટલેગર કાલુની હત્યા મામલે મોટો ખુલાસો, આ કારણે પતાવી દીધો
First published: June 11, 2020, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading